તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
કલ્યાણપુરના પોસ્ટ ઓફિસના કર્મચારીની ધરપકડ
ગ્રામ્ય વિસ્તારના લોકોને ફસાવી બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ આચરતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૭: કલ્યાણપુરના કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઇ સોમૈયા નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ કલ્યાણપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અણસમજુ માણસોને પોતાની જાળમાં ફસાવી તેઓ પાસેથી આધારકાર્ડ, ફોટા તથા સહીના નમૂના, રોકડ તથા ઓનલાઇન પૈસા મેળવી જે આધારે ગેરકાયદેસર રીતે પોતાના મોબાઇલ ફોનમાં જ આર.ટી.ઓ. લગત બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી ગ્રામ્ય વિસ્તારના અણસમજુ અને નાદાન લોકો સાથે તથા સરકારશ્રી સાથે છેતરપીંડી આચરી ઠગાઇ કરી રહેલ છે મતલબની હકિકત આધારે મજકુર ઇસમને કલ્યાણપુર ખાતેથી એક જ લાયસન્સ નંબર વાળા અલગ-અલગ વ્યક્તિઓના નામના બોગસ ડ્રાઇવીંગ લાયસન્સો, મોબાઇલ ફોન તથા રોકડ સાથે પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી નાઓએ ઝડપી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ કલ્યાણપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૪૮૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૩), ૩૧૮(૩) મુજબનો ગુનો રેકર્ડ કરાવી કલ્યાણપુર પોસ્ટે ખાતે સોંપી આપેલ છે. તપાસ પોલીસ ઇન્સપેકટર વી.એ. રાણા (એસ.ઓ.જી.) ચલાવી રહેલ છે.
કિશન સોમૈયા (ઉ.વ.૨૫) ધંધો પોસ્ટ ઓફીસમાં નોકરી કરે છે. તેની પાસેથી (૧) અલગ-અલગ વ્યક્તિઓના બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૧૨, (૨) રોકડા રૂ.૫૨૦૦/-, (૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-, (૪) ડેસ્ટીની મોપેડ નંગ-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૫,૨૦૦/- કબ્જે કરેલ છે.
મજકુર ઇસમ પોતે પોસ્ટ ઓફીસને લગત કામગીરી કરતા હોવાથી અલગ અલગ વિસ્તારોના લોકો સાથે કોઇ કારણસર મુલાકાત થાય ત્યારે તેઓ પોતે આર.ટી.ઓ. લગત ડ્રાઇવીંગ લાયસન્સ પણ બનાવી આપતા હોવાની વાતોમાં ફસાવી ગ્રામ્ય વિસ્તારમાં માણસોને પોતે જાસામાં લઇ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતો હોવાની વાત કરી તેઓ પાસેથી એક લાયસન્સના રૂ.૩૦૦૦/- થી રૂ.૮૦૦૦/- સુધીના રોકડ તથા ઓનલાઇન લઇ આરટીઓમાં ટ્રાયલ આપ્યા વગર ઓરીજનલ ડ્રાઇવીંગ લાયસન્સ ઘરબેઠા મળી જવાના ખોટા વાયદા આપી પોતે મોબાઇલ ફોનમાં અન્ય વ્યક્તિના લાયસન્સનો ફોટો પાડી તેમાં એડીટીંગ કરી તેની પ્રીંટ આઉટ કરી લેમીનેશન કરાવી બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી આશરે ૩૦૦ થી ૪૦૦ જેટલા લોકોના ર્લનિંગ તથા પાકા ડ્રાઇવીંગ લાયસન્સ તૈયાર કરી આપી લોકો તથા સરકારશ્રી સાથે ઠગાઇ કરતો હતો.
આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એચ.જોષી, પો.સ.ઈ. બી.એમ.દેવમુરારી, એસ.વી.કાંબલીયા તથા એ.એસ.આઇ. જેસલસિંહ જાડેજા હેડ કોન્સ. મયુરભાઇ ગોજીયા, ગોવિંદભાઈ કરમુર, પરેશભાઇ સાંજવા, લાખાભાઇ પીંડારીયા, શક્તિસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો જોડાયેલ હતા
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
