<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ભલુ કરવાની વૃતિ કેળવશો તો શુભ ફળ જરૂર મળશેઃ જીતુભાઇ લાલ

જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત ધો.૧૦ અને ધો.૧ર ના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ ઉમંગભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્‍ન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જામનગરમાં અનેકવિધ ક્ષેત્રોમાં સતત સેવાકિય પ્રવૃતિઓમાં કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશન દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શૈક્ષણીક વર્ષ ર૦રપ-ર૬ માં ધો.૧૦ અને ધો.૧ર (વિજ્ઞાન અને કોમર્સ/આટર્સ) માં ૭પ પર્સન્‍ટાઈલથી વધુ માકર્સ પ્રાપ્‍ત કરનાર તેજસ્‍વી વિધાર્થી ભાઈઓ- બહેનોનું સન્‍માન કરવાનો સમારોહ ધનવંતરી ઓડીટોરીયમમાં યોજવામાં આવ્‍યો હતો. બન્‍ને ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જીતુભાઈ લાલ તથા ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે દિપ પ્રાગ્‍ટય સાથે સમારોહનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.

જામનગરના જાણીતા ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ અને કારકિર્દી ધડતરના મોટીવેટર વકતા પ્રતિકભાઈ ચાંદ્રાએ જણાવ્‍યું કે ગુગલ, એઆઈ જેવી શોધ માત્ર ને માત્ર ઈર્ન્‍ફોમેશન જ આપી શકે છે જયારે તમારામાં જ્ઞાન તો સ્‍વયંભુ જ જનરેટ થઈ શકે છે. આજની યુવા પેઢી માટે અસંખ્‍ય ઓપ્‍શન તથા એટલી જ મોટી સંખ્‍યામાં ઓર્પોચ્‍યુનીટીઓ છે.

સમારોહમાં ટ્રસ્‍ટી જીતુભાઈ લાલે સૌનું સ્‍વાગત કરતાં જણાવ્‍યું હતું કે આજે તેમના પુત્ર કેદાર (માધવ) ની પૂણ્‍યતિથિ છે ત્‍યારે તેજસ્‍વી દિકરા - દિકરીઓને પ્રોત્‍સાહિત કરવાનો અવસર જ મારા દિકરાને યથાર્થ શ્રઘ્‍ધાંજલી છે. તેમણે જીવનમાં  સમૃઘ્‍ધિ, લોકપ્રિયતા પ્રાપ્‍ત કરવા સાથે સત્‍કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. જેના માટે ભણતર સાથે ગણતરની પણ જરૂર છે. કોઈનું ભલું કરવાની વૃતિ કેળવો દરેક સત્‍યર્કાનું શુભ ફળ અવશ્‍ય મળે જ છે.

જીતુભાઈ લાલે ટ્રસ્‍ટની પ્રવૃતિઓને ઉલ્લેખ કરી જણાવ્‍યું હતું કે ગણેશોત્‍સવના સમયે જામનગરમાં પંડાલોના સન્‍માન કરવાની પરંપરામાં ઈકો-ફ્રેન્‍ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની અપીલ અને ચળવળને ૧૦૦ ટકા સફળતા મળી છે.

રાધિકા એજયુકેરના સંચાલક ડો.ભરતેશભાઈ શાહે જણાવ્‍યું હતું કે માણસના જીવનમાં જેમ રોટી, કપડા અને મકાનની જરૂર છે તેમ સારૂં શિક્ષણ, સારૂં સ્‍વાસ્‍થય અને સારા માર્ગદર્શનની પણ એટલી જ જરૂર છે.  જામનગરના જ્ઞાનગંગા સ્‍કુલના સંચાલક વિમલભાઇ ગઢવીએ જણાવ્‍યું હતું કે તમે ભણી-ગણીને આગળ વધશો તો તમારો પરિવાર સમૃધ્‍ધ બનશે. હિતુલ એકેડમીના હિતુલભાઇ કારીયાએ તેમના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને કોન્‍ફીડન્‍સ, ક્રિએટીવીટી અને કોમ્‍યુનિકેશન મહત્‍વ સમજાવ્‍યું હતું.

જામનગરના જાણીતા શિક્ષણવિદો કોટેચા કલાસીસના અશ્‍વીનભાઈ કોટેચા, રાધીકા એજયુકેરના ડો.ભરતેશભાઈ શાહ, જૈનમ કલાસીસના વિમલભાઈ ફોફરીયા, જ્ઞાનગંગા સ્‍કુલના વિમલભાઈ ગઢવી, હિતુલ એકેડમીના હિતુલભાઈ કારીયા, ચંદન ઈન્‍સ્‍ટીટયુટના નિમેષભાઈ ધ્રુવ તેમજ ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સના રીજીયોનલ મંત્રી બિપેન્‍દ્રસિંહ જાડેજા,  ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના માનદમંત્રી રમેશભાઈ દતાણી અને સૌરાષ્‍ટ્ર ઝોન-ર ના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, માનદમંત્રી રાજેશભાઈ કોટેચા, ખજાનચી મનોજભાઈ અમલાણી, સહમંત્રી રાજુભાઈ મારફતીયા તથા જામનગર ચેમ્‍બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા અને જાણીતા ધારાશાસ્‍ત્રીઓ  સંજયદાન ગઢવી, ભરતભાઈ ગોંદિયા અને દિલીપભાઈ દાવડા તથા સાંજ સમાચારના ડોલરભાઈ રાવલ, નોબતના પી.ડી.ત્રિવેદી, જામનગર મોર્નિંગના પાર્થભાઈ નથવાણી તેમજ મનીષભાઈ ઠાકર, ભુરાભાઈ ખફી, ઈશ્‍વરભાઈ પાબારી, જયેશભાઈ પાબારી, સહદેવસિંહ ચુડાસમા, ચેતનભાઈ અનડકટ, રાજુભાઈ ચંદારાણા, વિજયભાઈ રાચાણી, અમીષભાઈ શાહ, કપીલભાઈ ચંદ્રાવડીયા, વ્‍યોમેશ લાલના હસ્‍તે વિદ્યાર્થીઓને સન્‍માનીત કરાયા હતાં. સંચાલન બીમલભાઈ ઓઝા તથા એડવોકેટ અલ્‍કા થોભાણીએ કર્યું હતું.

(1:07 PM IST)