<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

સોમનાથમાં આજે કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનું રંગેચંગે સમાપન થશે

બ્રહ્માજીની નગરયાત્રા, ભગવાન વિષ્‍ણુ અને વૃંદાદેવીનો લગ્નોત્‍સવ મંદિરે રાત્રે બાર વાગ્‍યે મહા પૂજા સાથે મહાઆરતી - સોમનાથ મંદિર રાતના એક વાગ્‍યા સુધી ખુલ્લું રહેશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: સોમનાથ ખાતે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના પાંચ દિવસના મેળાનું મંગળવારે મધ્‍યરાત્રિએ સમાપન થશે. પૂર્ણિમા નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર રાત્રિના એક વાગ્‍યે બંધ થશે. સવારના સમયે બ્રહ્માજીના પૂજન બાદ નગરયાત્રા યોજાશે તેમજ સવારે અગિયાર વાગ્‍યે બ્રહ્માજીની યાત્રા પહોંચવાની સાથે વિશેષ હવન યોજાશે.

સૌરાષ્‍ટ્રમાં યોજાતા વિવિધ ભાતીગળ મેળામાં સોમનાથ ખાતે યોજાતો પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાનો  મેળા સૌથી અલગ ભાત પાડે છે. મોટા ભાગના મેળાઓ સૌરાષ્‍ટ્રમાં ચોમાસા દરમિયાન થાય છે. અહીં આ મેળો શિયાળાના ઙ્કારંભમાં યોજાય છે. આ સાલ લોકોએ મોટી સંખ્‍યામાં ઉમટીને મેળાની મોજ માણી હતી. ખાસ આકર્ષણ એ હતું કે પરિવારો શેતરંજી અને મોટા ટિફિન લાવી ચક્રાકારે બેસીને સમૂહ ભોજન કરે છે. જેમાં આબાલવળદ્ધો ઘરનું ભોજન આરોગે છે. મેળામાં જુદી જુદી રાઈડ્‍સનો આનંદ મેળવવા ઉપરાંત ખરીદો પણ કરે છે.

અહી અગાઉ આયોજિત થયા મુજબ બપોરે ૧૧થી ૧ સુધી બ્રહ્માજીની નગરયાત્રા પરિભ્રમણ કરશે. જે સાંજે ચાર વાગ્‍યે ગોલોકધામ ગીતા મંદિરે સંપન્ન થશે. ત્‍યાં બ્રહ્માજી ભગવાન વિષ્‍ણુ અને લઈ જશે. અહીં બ્રહ્માજી અને વળંદાદેવીના લગ્ન સંપન્ન કરાવશે. સાંજે સાડા પાંચ વાગ્‍યે ગોલોકધામથી બ્રહ્માજી નવદંપતી સાથે વરઘોડો યોજી સોમનાથ મંદિરે દર્શન કરવા નવદંપતીનું સોમનાથ મંદિર ખાતે પૂજારીઓ સ્‍વાગત કરશે. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે રાત્રે બારવાગ્‍યે મહાપૂજા તેમજ મહાઆરતી થશે. સોમનાથ મંદિર રાતના એક વાગ્‍યા સુધી ખુલ્લું રહેશે.

(1:26 PM IST)