તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th November 2026
આમરણમાં કાસુન્દ્રા પરિવાર દ્વારા ૧૦મીથી કથા અને યજ્ઞ

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૪ :.. આમરણના ડાયમંડનગર ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર ગુજરાતના ઉપક્રમે અત્રેના શ્રીરામજી મંદિરના મેદાનમાં આગામી તા. ૧૦-૧૧ થી તા. ૧૬-૧૧ સુધી શ્રીમદ્્ ભાગવત સપ્તાહ અને અખંડ વિષ્ણુયજ્ઞનું સર્વપિતૃ મોક્ષાર્થે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહામંડલેશ્વર ધ્યાનગીરી પૂ. અવધકિશોરદાસજી રામામયણી (તપોવન આશ્રમ મોઢેરા) કથામૃતનું સંગીતમય શૈલીાં રસપાન કરાવશે.
કથાનો સમય સવાર ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાતભરમાં વસતા સેંકડો કાસુન્દ્રા પરિવારો સહિત સંતો-મહંતો હાજરી આપશે.
તા. ૧૦-૧૧ ના રોજ મોરબી (ગોકુળ-મથુરા) ખાતેથી પોથીયાત્રા ત્રણસો કારના કાફલા સાથે પ્રસ્થાન કરી વાજતે ગાજતે ડાયમંડનગર ખાતે પહોંચશે.
તા. ૧૩-૧૧ ના રોજ ભગવાન શ્રીરામ જન્મ તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
દરરોજ રાત્રીના નામાંકિત કલાકારોની સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન શ્રોતાજનો માટે બપોરે-રાત્રીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કાસુન્દ્રા પરિવારના પ્રમુખ પ્રાણજીવનભાઇ કાસુન્દ્રા તથા હરિભાઇ કાસુન્દ્રાએ ધર્મપ્રિય લોકોને કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
