<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

કચ્છના અંજારમાં બાળકને ૧ કલાક ગોંધી રાખી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: ઢગા હિતેશ સુદાભાઈ મકવાણા સામે લોકોમાં ફીટકાર

ફરિયાદ નોંધાતા જ સક્રિય થયેલી અંજાર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને આરોપીને દબોચી લીધો : પોક્સો સહિતની કાયદાકીય કલમો હેઠળ ગુનો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : અંજારમાં માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપી હિતેશ મકવાણાને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

પોલીસે અંજારની મિથિલા સોસાયટી (સાંગ નદીના ખૂણા પાસે) રહેતા ઢગા હિતેશ સુદાભાઈ મકવાણા વિરુદ્ધ લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. આરોપી માસૂમ બાળકને બળજબરીપૂર્વક અંજારમાં આવેલા મકલેશ્વર મહાદેવ મંદિર પાછળની બાવળોની ઝાડીમાં લઈ ગયો હતો. બાળકને ત્યાં આશરે એક કલાક સુધી ગોંધી રાખીને તેની સાથે આ ગંભીર જાતીય કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા જ સક્રિય થયેલી અંજાર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને આરોપીને દબોચી લીધો છે અને તેની સામે પોક્સો સહિતની કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(9:59 AM IST)