<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

તાલાલા યાર્ડમાં કેસર કેરીનું ધમાકેદાર આગમન :હરાજીનો વિધિવત પ્રારંભ

હરાજીના પ્રથમ દિવસે જ યાર્ડ કેસર કેરીની સુગંધથી મહેકી ઉઠ્યું

ગીરની શાન અને ફળોના રાજા તરીકે વિશ્વભરમાં જાણીતી કેસર કેરીની સિઝનનો આજે ગીર સોમનાથના તાલાલા APMC યાર્ડ ખાતે વિધિવત પ્રારંભ થયો છે. આજે 19 એપ્રિલથી શરૂ થયેલી હરાજીના પ્રથમ દિવસે જ યાર્ડ કેસર કેરીની સુગંધથી મહેકી ઉઠ્યું હતું. હરાજીના પહેલા દિવસે કેરીની સારી આવક સાથે ભાવ પણ પ્રોત્સાહક મળતા ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સિઝન વહેલી શરૂ થઈ છે, જેનાથી ફળ રસિકોને પણ વહેલી કેરીનો સ્વાદ માણવા મળશે. વહીવટી તંત્ર દ્વારા હરાજી પ્રક્રિયા સુચારૂ રીતે ચાલે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

 

(11:58 PM IST)