<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

કેશોદ કોર્ટનો કડક ચુકાદો: બળાત્કારના આરોપીને આજીવન કેદ અને 1 લાખનો દંડ

તત્કાલીન PI એન.ડી. પાંડેની સચોટ તપાસ અને APP ડી.સી. ઠાકરની ધારદાર દલીલો ગ્રાહ્ય : ભોગ બનનારને વળતર આપવનો પણ હુકમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ :  બળાત્કારના ગંભીર ગુનામાં કેશોદની નામદાર એડિશનલ સેશન્સ જજ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી મહમદ ઉર્ફે ભુરો હુસેનભાઈ સફીયાને તકસીરવાન ઠેરવી આકરી સજા ફટકારી છે.

 

તપાસની વિગત મુજબ, આ કેસમાં તત્કાલીન PI  એન.ડી. પાંડે દ્વારા અત્યંત સચોટ અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી હતી. કોર્ટમાં સરકાર પક્ષે APP  ડી.સી. ઠાકરે ધારદાર દલીલો રજૂ કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

 

નામદાર કોર્ટે આરોપીને IPC કલમ 376 હેઠળ આજીવન કેદની સજા અને રૂ. 1 લાખના દંડની સજા ફટકારી છે. દંડની રકમ ન ભરે તો વધુ કેદની સજાનો પણ હુકમ કરાયો છે. સાથે જ ભોગ બનનારને વળતરની ચુકવણી કરવાનો પણ મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.

(3:23 PM IST)