<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

કેશોદમાં નેતાઓ અને રાજકીય આગેવાનોએ નક્કર કામગીરી કરવાના બદલે માત્ર રીલ્‍સ બનાવી સોશિયલ મીડિયામાં છાવવાનો શોખ!

ખુલ્લી ગટરો, માર્ગો પર ખાડા, પશુઓનો ત્રાસ અનેકવિધિ સમસ્‍યાઓ અને ફરિયાદો વચ્‍ચે : એસ.બી.આઈ. પાસે ખુલ્લી ગટરમાં પગ પડી જતા ખાનગી કંપનીના કર્મચારીને થયું ફેક્‍ચરઃ તાત્‍કાલીક ગટર પેક કરવા બીજલભાઇ સોંદરવાની માંગ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૩૦: કહેવાય છે કે, છેલ્લા કેટલાક સમયથી નક્કર કામગીરી કરવાના બદલે સ્‍થાનિક નેતાઓ અને રાજકીય આગેવાનોને માત્ર અને માત્ર લોકો વચ્‍ચે રહી વિડીયોગ્રાફી અને ફોટા દ્વારા રીલ્‍સ બનાવવા માટે વ્‍યસ્‍ત હોય તેવું જણાઈ રહેલ છે.

લોકોમાં શરૂ  થયેલ ગણગણાટ મુજબ ખુલ્લી ગટર, માર્ગો પર ખાડા, પશુઓનો ત્રાસ સહિત અનેકવિધ સમસ્‍યાઓ વચ્‍ચે શહેરીજનો પીડાઈ રહ્યા છે ત્‍યારે લોકોની ફરિયાદોને નજર અંદાજ કરી ખાતમુહૂર્તો, ઉદ્ધાટન, ઉપરાંત ધાર્મિક, સામાજિક, સેવાકીય, સરકારી કે ખાનગી જેવા જાહેર કાર્યક્રમોના માધ્‍યમથી રિલ્‍સ બનાવી સોશિયલ મીડિયામાં છવાઈ જઈ ફોલોઅર્સ અને પોતાની ટી.આર.પી. વધારવાની રીત સર હોડ લાગેલ છે. લોકો કહે છે કે ફોટા પડાવે અથવા રિલ્‍સ બનાવાનો આનંદ માણે તેનો કોઈ વિરોધ નથી, પરંતુ  માત્ર રીલ્‍સ બનાવવાથી કામગીરી કે જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. શહેરમાં ઉદ્ભવતી સમસ્‍યાઓ અને ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે જવાબદારોએ સ્‍થિતિની ગંભીરતાને ધ્‍યાને લઈ પ્રેક્‍ટીકલ બનવું પણ એટલું જ અનિવાર્ય છે.

(1:16 PM IST)