તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
કેશોદઃ આજથી શરૂ થયેલ ઓગસ્ટ માસમાં મેઘાનો મિજાજ કેવો રહેશે?
વરસાદ માટે ધોરી માસ ગણાતા જુલાઈ એ તો ૩૪ ઇંચ વરસી રંગ રાખ્યો!: પરંતુ હવે.....?!

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧જુલાઈ ના ૩૧ દિવસ માથી ૧૫ દિ' વરસાદ વરસ્યોઃ કહેવાય છે કે, અષાઢ- જુલાઈ માસ માં વરસેલ વરસાદ પર થી ચોમાસા ના બાકી રહેલ મહિના કે આગલા દિવસો માં કેવો વરસાદી માહોલ રહેશે તથા આગામી વર્ષ કેવું નિવડશે તેનો અંદાજ અનુભવી ખેડૂતો તથા જાણકારો લગાવતા હોય છે!
જુલાઈ માસની વિદાય સાથે આજ શનિવાર થી ઓગસ્ટ માસ નો પ્રારંભ થયેલ છે. જુલાઈ માસના કુલ ૩૧ દિવસ માથી લગભગ ૧૫ દિવસ દરમિયાન મેઘરાજા ની કેશોદ વિસ્તારમાં હાજરી જોવા મળેલ છે. બીજી તરફ સામાન્ય રીતે વર્ષા ઋતુ ના મધ્ય ભાગે આવતા ઓગસ્ટ-શ્રાવણ માસ માં પણ વરસાદનો વિશેષ પ્રભાવ જોવા મળતો હોય છે. ત્યારે પ્રવર્તમાન ચોમાસુ સીઝન દરમિયાન મેઘા નો મિજાજ કેવો રહેશે તે બાબત લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે.
ગત જુલાઈ માસ ની તારીખ ૧ થી કેશોદ વિસ્તારમાં ચોમાસુ સિઝનની શરૂઆત થયેલ હતી. જેઠ માસના છેલ્લા સપ્તાહમાં શરૂ થયેલ જુલાઈ ના પ્રથમ ત્રણ દિવસમાં જ ૩૦ ઇંચ જેવો સીઝનનો કુલ વરસાદ પડી જવા પામેલ હતો.
ગત દિવસો માં જુલાઈ માસે તો રંગ રાખ્યો ! વરસાદ માટે ધોરી માસ ગણાતા અષાઢ અને ઓગસ્ટ માસનો આજથી સમન્વય થયેલ છે. બીજી તરફ આગામી પખવાડિયામાં અંગ્રેજી કેલેન્ડરના ચાલુ માસમાં શ્રાવણ મહિના નું પણ આગમન થઈ રહ્યું છે. ત્યારે હવે પછી ચોમાસાની સક્રિયતા કેવી રહેશે તે તરફ ખેડૂતો સહિત સૌ કોઈનુ ધ્યાન ખેંચાયેલ છે
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
