તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
કેશોદનો આયોજન વિહોણો અંડર બ્રિજ રાહદારીઓ માટે બન્યો વિઘ્નરૂપ
અંડર બ્રીજના નિર્માણ બાદ પૂર્વ - પヘમિ તરફ ચાલીને આવવા જવા માટે કોઈ માર્ગ જ નહીં!: લોકોમાં આક્રોશ : બ્રિજમાં બનાવેલ કહેવાતી ફૂટપારી ચાલવા માટે અસુરક્ષિતઃ મહિલાઓ, બાળકો, વૃદ્ધો, અશકતો સહિતના લોકો કરી રહ્યા છે મુશ્કેલીનો સામનોઃ લોકોએ ફરજિયાત રીક્ષા ભાડાનો આર્થિક ડામ સહેવો પડે છેઃ કહેવાતા નેતાઓ,આગેવાનો અને તંત્ર વાહકો મુકપ્રેક્ષકની ભૂમિકામાં: ચાલવા માટે ‘પગદંડી' ની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ

( સંજય દેવાણી દ્વારા)કેશોદ,તા.૨૫ફ અનેક સમસ્યાઓ થી વગોવાયેલો અને આયોજન વિહોણો મનાતો કેશોદ નો નવનિર્મિત હાથી કાય અંડર બ્રિજ રાહદારીઓ માટે પણ વિઘ્ન રૂપ બની રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. અત્રે અંડર બ્રિજના નિર્માણ બાદ પૂર્વ - પヘમિ તરફ આવવા - જવા માટે કોઈ માર્ગ કે વ્યવસ્થિત ચાલી શકાય તેવી ફૂટપારી, તે રસ્તો રાખવામાં આવેલજ નથી. આ અંગે આક્રોશ વ્યક્ત કરતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ ખરેખર તંત્રની ભૂલ છે કે ઘોર બેદરકારી ? આ ઊભી થયેલ વિકટ સ્થિતિ ના વિકલ્પ રૂપે રેલ્વે ટ્રેક ક્રોસિગ માટે ફૂટ ઓવરબ્રિજ અથવા સાઈડ માંથી ગળનારું બનાવવા માંગણી ઉઠેલ છે.
અત્રેથી રેલવે ટ્રેક ઉત્તર - દક્ષિણ તરફ પસાર થતી હોય પરિણામે સ્થાનિક કેશોદ શહેર પૂર્વ અને પヘમિ એમ બે ભાગમાં વહેંચાઈ ગયેલ છે. અંદાજે એક લાખથી પણ વધુની વસ્તી ધરાવતા કેશોદમાં લગભગ ૪૦% થી પણ વધુ લોકો પૂર્વ તરફના ભાગે વસવાટ કરે છે. આ સ્થિતિ વચ્ચે સ્થાનિક શહેરીજનો ને પડતી મુશ્કેલી અને સર્જાતી ટ્રાફિક સમસ્યા ને ધ્યાને લઈ શહેરના મધ્યમાંથી નીકળતી રેલ્વે લાઈનના અવરોધ ને પાર કરવા (ફાટક માંથી મુક્તિ અપાવવા) માટે અત્રે ના ચારચોક વિસ્તાર મા ગુજરાત હર્બલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા અંડર બ્રીજ નું નિર્માણ કરવામાં આવેલ છે.
આ અંડર બ્રિજ જાણે કે વાહનોના અવન - જવન માટે જ બનાવેલ હોય તેમ બ્રિજની અંદર ચાલવા માટે કોઈ રસ્તો જ નથી. બ્રિજ ની અંદર લગભગ દોઢેક ફૂટ ની પહોળાઈ ની આસપાસ ની સાઈઝની બંને તરફની દીવાલો પાસે એક ફૂટપારી જેવી એક પારી બનાવેલી છે. પરંતુ ધમધમતા ભારે ટ્રાફિક વચ્ચે આ પારી ચાલવા માટે સુરક્ષિત નથી. આ પારી વાહનો દિવાલ સાથે અથડાઈ નહીં તે માટે બનાવવામાં આવેલ હોય તેવું જણાઈ રહેલ છે. જો આ સ્થળેથી શરીરને સંકોચિને ચાલો તો પણ ફૂટપારી ની સાઈઝ અત્યંત ટૂંકી હોવાના કારણે શરીરનો (ખંભાનો) એક ભાગ દિવાલ સાથે અથડાઈ અથવા ઘસાઈ છે. જ્યારે બીજો ભાગ બહાર નીકળે છે. જેના કારણે ટૂવ્હીલર સહિતના વાહન ચાલકો રાહદારીઓ ને હડફેટે લેતા જાય છે. આમ અકસ્માત નો ભય સતાવતો હોય લોકેશ જોતા આ કહેવાતી ફૂટપારી ની અત્યંત ટૂંકી (અપર્યાપત) જગ્યા પર ચાલી શકાય તેવી સ્થિતિ નથી.
બીજી તરફ પૂર્વ - પヘમિ બાજુ આવવા - જવા માટે આ એક માત્ર માર્ગ છે. અગાઉ જ્યારે રેલ્વે ફાટક ચાલુ હતું ત્યારે રાહદારીઓ સહેલાઈ થી આ માર્ગ પરથી અવન જવન કરી શકતા હતા, પરંતુ અંડર બ્રિજ બનતા ફાટક નીકળી ગયેલ હોય. આ સ્થિતિ વચ્ચે નિયમ મુજબ લોકો રેલવે ટ્રેક (પાટા) ક્રોસ પણ કરી શકતા ન હોય ત્યારે ઉદ્દભવેલ આ સમસ્યાના કારણે જવું તો ક્યાંથી જવું ?! એ સવાલ રાહદારીઓને મૂંઝવી રહેલ છે. ચાલવા માટેના માર્ગની કોઈ ખાસ વ્યવસ્થા ન હોય ખાસ કરીને મહિલાઓ, બાળકો, અશક્ત, વૃદ્ધો અને ભારે બોડી ધરાવતી વ્યક્તિ સહિત ના લોકો માટે આ સ્થળેથી પસાર થવું એટલે જાણે કે એક મોટો પહાડ પાર કરવા જેવી પીડા અનુભવે છે ! આ સ્થિતિ વચ્ચે લોકોએ ના છૂટકે ફરજિયાત ઓટોરિક્ષા ની મદદ લેવી પડે છે. પરિણામે પૂર્વ - પヘમિ તરફ આવવા જવા માટે લોકો એ રૂપિયા ૧૦૦ થી ૧૨૦ જેવો રીક્ષા ભાડા નો આર્થિક ડામ સહેવો પડે છે.
જાણકારોનાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે કોઈ પણ પ્લાન બનાવવામાં આવે ત્યારે ચાલવા માટેનો રસ્તો પ્રથમ વિચારવામાં આવતો હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે પૂર્વ થી પヘમિ તરફ ચાલીને અવન - જવન કરવા માટે અંડરબિજ ના નિર્માણ દરમિયાન અંદર થી કે બહાર થી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જાણકારો કટાક્ષ કરતાં કહે છે કે, આખી દુનિયામાં કદાચ કેશોદ નો આ સૌપ્રથમ એક માત્ર એવો પ્રોજેક્ટ હશે કે જ્યાં ચાલવા માટે કોઈ પગદંડી કે માર્ગ અથવા ફૂટપારી રાખવામાં આવેલ નથી!
પૂર્વ પヘમિ તરફ અવન જવન માટે ' પગદંડી' ની વૈકલ્પિક વ્યવસ્થા અનિવાર્ય બનેલ છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આ બાબતની પીડા અને અપાર મુશ્કેલીઓ શહેરીજનો સહિત સૌ કોઈ અનુભવી રહ્યા છે. કહેવાતા નેતાઓ, આગેવાનો અને તંત્ર વાહકો પણ આ બાબતે મુક પ્રેક્ષક બની આ આ માર્ગેથી પસાર થઈ જાય છે! ત્યારે આ સ્થિતિ માટે જવાબદાર માત્ર અને માત્ર નબળી નેતાગીરી અને લોકોમાં જાગૃતતા નો અભાવ જણાઈ રહેલ હોવાનું કહેવાય છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
