તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ખંભાળિયાઃ બકાલાના વેપારીની હત્યાના આરોપી ત્રણ દિવસની રીમાંડમાં

ખંભાળિયાના આસીફ ઓસમાનની હત્યાના આરોપી હાજા ભારમલ એ હત્યા કઇ રીતે કરી તે બતાવી મુદ્દામાલ લાખોના દાગીના કાઢી બતાવ્યા ત્યારની તસ્વીર.
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪: હજામ પાડા વિસ્તારમાં રહેતા તથા સોનાના દાગીના લાખોના પહેરવાના શોખીન તરીકે જાણીતા આરીફ ઓસમાણ લાખાની હત્યા કરવામાં આવેલી જે અંગે પોલીસે બે આરોપી એક સગીર વયના કાયદાથી સંબંધિત તથા એક અન્યને પકડી પાડી લૂંટના ઇરાદે થયેલી આ હત્યાનો તમામ મુદામાલ પકડીને આરોપીઓને ત્રણ દિવસની રીમાંડ પર લીધા છે.
બનાવમાં રામનગર વિસ્તારમાં રહેતા હાજા ભારમલ આશાલી નામના ગઢવી યુવાને એક કાયદા અંજામ આપેલી. હાજો અને મૃતક આરીફ બન્ને પરીચીત હોય સંબંધિત કિશોર સાથે એક ઇકો ગાડીમાં આરીફને બેસાડીને આ બન્ને વીરમદળથી વિંજલપર જતાં નિર્જન અવાવરૂ રસ્તા પર લાવેલા હતા અને ત્યાં તેને બોથડ પદાર્થ માથામાં મારીને તથા છરી જેવા તિક્ષણ હથિયારથી તેને ગંભીર ઇજા કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો તથા તેના શરીર પરથી ૩૯ તોલા સોનાના દાગીના કરીને નજીકના સ્થળે સંતાડી તેઓ ભાગવા જતાં પોલીસના હાથમાં આવી ગયા હતા.
પો.ઇ. સી. આર. રાણા તથા સ્ટાફ આરોપી હાજા ભારમલને સાથ રાખીને ઘટના સ્થળે ડિસ્કવરી કરીને કઇ જગ્યાએ હત્યા કરીને દાગીના સંતાડયા હતા તે સ્થળેથી કાઢી આપ્યા હતા તથા કઇ રીતે ઇકો કારમાં લઇ જઇ કયાં હત્યા કરી હતી તે અંગે નિદર્શન કરી દેખાડયું હતું.
પકડાયેલા બન્ને આરોપી પાસેથી ૩૯ તોલા સોનાના દાગીના કિંમત રૂા. ર૮ લાખ રોકડા રૂા. ૧૭ર૦૦/- બનાવમાં વપરાયેલી ઇકો ગાડી તથા છરી કબજે કરવામાં આવ્યા હતા.
બન્ને આરોપીને કોર્ટમાં રજુ કરીને રીમાંડ માંગતા ત્રણ દિવસની રીમાંડ મંજુર થયેલ છે. આરોપીઓ આ બનાવમાં અન્ય કોઇ છે કે કેમ? તેને કોઇએ મદદ કરી હતી કે કેમ? ફોન ડીટેલ તથા છેલ્લે આવેલ ફોન વિગતો તથા અન્ય બાબતોની તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
દ્વારકા પોલીસનું
હત્યામાં સદ્દભાગ્ય
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતીશકુમાર પાંડેના સમયથી હત્યામાં સદ્દભાગ્ય રહ્યું છે કે હત્યાના તમામ બનાવોમાં હેતુ તથા આરોપી ડીટેકટ થઇ પકડાઇ જવાની પરંપરા ચાલુ થઇ હતી જે છેલ્લે આરીફ ઓસમાણની હત્યા સુધી ચાલુ રહી છે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
