News of Wednesday, 18th November 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં હડતાળથી થાકેલા લોકોએ ટ્રેક્ટર ભરીને કચરો રસ્તા પર ઠાલવ્યો : રેલવે સ્ટેશન રોડ બંધ જેવી સ્થિતિ
સફાઈ કામદારોની લાંબા સમયથી ચાલતી હડતાળ અને તંત્રની નિષ્ક્રિયતાથી થાકેલા ખંભાળિયાના લોકોનો આખરે રોષ ફાટી નીકળ્યો

(કૌશલ સવજાણી દ્વારા ખંભાળિયા તા.૧૮ : સફાઈ કામદારોની લાંબા સમયથી ચાલતી હડતાળ અને તંત્રની નિષ્ક્રિયતાથી થાકેલા ખંભાળિયાના લોકોનો આખરે રોષ ફાટી નીકળ્યો છે.
લોકોએ ટ્રેક્ટરમાં કચરો ભરીને નગરપાલિકા કચેરી સામેના રેલવે સ્ટેશન રોડના મેઈન રસ્તા પર ઢગલો કરી દેતા રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
આજે બપોરે રેલવે સ્ટેશન રોડ પર કચરાનો મોટો ઢગલો જોવા મળ્યો હતો. પ્લાસ્ટિકની થેલીઓ, રેપર, કાર્ડબોર્ડ અને ઘરનો કચરો રસ્તાની વચ્ચે પડ્યો હોવાથી સ્કૂટર, બાઈક, વાન અને ટ્રેક્ટરને પણ આજુબાજુથી નીકળવું પડ્યું હતું.
દુકાનો સામે લોકો ઉભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કચરાના ઢગલા પાસે કૂતરા પણ રખડતા જોવા મળ્યા હતા.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
