<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ખંભાળિયા પાલિકા પ્રમુખની જાગૃતતાઃ ધનકચરા નિકાલનું કૌંભાડ અટકયુ!!

સી.સી.ટી.વી. પાલિકા કર્મચારી વગર કામ ના ચલાવવા આદેશ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયાઃ તા.રપ, પાલિકામાં વહીવટ શાસન ચાલતું હતુ ત્‍યારે સામાન્‍ય માણસને જેમાં ભ્રષ્‍ટાચારની ગંધ આવે તેવા ખંભાળિયા  પાલિકાના કચરા નિકાલના અઢી કરોડના કામમાં પાલિકાના કોઇ કર્મચારીની દેખરેખ વગર તથા સી.સી. ટી.વી. વગર કોન્‍ટ્રાકટરને  ‘હરિヘંદ્ર' ગણીને તે કહે તે પ્રમાણે પેમેન્‍ટ થતું હતું જેના અખબારી અહેવાલના પગલે જાગૃત પાલિકા પ્રમુખ વિજયભાઇ કણઝારીયાએ તાકિદની અસરથી પાલિકાના કર્મચારી દેખરેખ ના રહે તથા સી.સી. ટી.વી. ઓનલાઇન ચાલુ ના થાય ત્‍યાં સુધી ઘન કચરાના નિકાલનું કામ બંધ કરવા આદેશ કરતા પાલિકા વર્તુળમાં સોપો પડી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ઘન કચરાના નિકાલમાં ૩પ૦ રૂપિયા ટન દીઠ નીકાલ માટે અઢી કરોડ જેવી જંગી રકમનો કોન્‍ટ્રાકટ અપાયો હતો તથા તે કામમાં પાલિકાના કોઇ કર્મ. ડંપરના વજન કે કાંટા પર દેખરેખ નહોતા કરતા કોન્‍ટ્રાકટર પોતાની રીતે કામ કરતા હતા અને ચુંટણી પહેલા જ વહીવટદાર શાખામાં ૭પ લાખના પેમેન્‍ટનો પણ વહીવટ થઇ ગયો.

પાલિકા પ્રમુખ દ્વારા કોન્‍ટ્રાકટરે નિયમ મુજબ ઘન કચરાના નિકાલમાં નીકળતા પ્‍લાસ્‍ટીક, માટી મોરમ તથા ખાતરનો જથ્‍થો  જે પાલિકાની માલ્‍કિીનો થાય તેની જાહેર હરરાજીથી વેચાણ કરી પાલિકાને આવક થાય તે અંગે પણ તપાસ હાથ ધરી છે તથા જરૂર પડયે કોન્‍ટ્રાકટર સામે વસુલાતની પણ કાર્યવાહી કરવામાં આવશે

(1:14 PM IST)