હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખેતી બેન્ક દ્વારા ડોલરભાઇ કોટેચાની અધ્યક્ષતામાં અમિતભાઇ શાહના જન્મદિને સેવાકાર્યો
વૃધ્ધાશ્રમમાં દાન અર્પણ, ૧પ૦ વડિલોને કરિયાણુ તથા અન્ય લોકોને કપડાનું વિતરણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૩: કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ, સ્વસ્થ અને સુખમય જીવન માટે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના સાથે ડોલરભાઇ કોટેચા દ્વારા અમદાવાદના નારણપુરા સ્થિત જીવન સંધ્યા વળદ્ધાશ્રમ ખાતે સેવાકીય દાનકાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે ૧૫૦ વડીલોને કરિયાણાની ચીજવસ્તુઓ, તાજાં શાકભાજી, દૂધ તથા સાડીઓ અને કુરતા-પાયજામાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કર્ણાવતીના પ્રમુખ પ્રેરકભાઈ તથા અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
વડીલોની સેવા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાની આ પહેલ દ્વારા અમિતભાઈ શાહના જન્મદિવસને સેવાભાવ અને માનવતાના કાર્ય સાથે જોડવામાં આવ્યો હતો.વડીલોના આશીર્વાદ એ અમૂલ્ય સંપત્તિ છે. તેમના આશીર્વાદથી અમિતભાઈ શાહનું જીવન સ્વસ્થ, દીર્ઘાયુ અને સુખમય રહે તથા તેઓ દેશની સેવા કરતા રહે - એવી ભાવના સાથે આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
