News of Thursday, 3rd September 2026
પોરબંદરમાં ‘ખુન કા બદલા' ખુનઃ પુત્રની ઘાતકી હત્યા
૬ વર્ષ પહેલા પિતાના ખુનની અદાવત રાખીને પુત્રને ધારધાર હથિયાર વડે મારી નાખ્યોઃ મૃતદેહને સીમમાં ખાડો કરીને ડાટી દીધો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩: ‘ખુન કા બદલા ખુન' ના એક બનાવમાં ૬ વર્ષ પહેલા પિતાનો હત્યાનો બદલો લેવા પિતાના પુત્રની ધાતકી હત્યા કરવામાં આવતા ચકચાર જાગી છે.
ચોપાટી પાસે ફુટપાથ ઉપર રહેતા અને ભિક્ષાવૃતિ કરતા જશુબેન વેલજીભાઇ વાઘેલાએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ કે આરોપીઓ અનિલ લાલુભાઇ અને રાહુલ લાલુભાઇ રે. બન્ને ઓડદરવાળી છ વર્ષ પહેલા આ આરોપીઓના પિતાનું ખુન ફરીયાદી જશુબેનના પતિએ કરી હોય જેની જુની અદાવત રાખીને આરોપીઓ જશુબેનના પુત્ર વનરાજને રક્ષાબંધનના દિવસે ચોપાટી ફરવા લઇ જઇને કોઇ ધારદાર હથિયાર વડે વનરાજને જાનથી મારી રાખીને ઓડદરની સીમમાં ખાડો કરીને મૃતદેહને દાટી દીધો હતો.
આ ખુનના બનાવમાં એસપીશ્રી બી. યુ. જાડેજા અને ડીવાયએસપી સુરજીત મહેડુએ વીઝીટેશન કર્યુ હતું. હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર સી. કે. કાતરિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
