<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખ્‍યાતિબેન સંજયભાઈ લોઢારીને સૌથી વધુ ૫૯૪૨ મતો

પોરબંદરમાં જૂના જનસંઘથી લઈ ભાજપ સુધીના મજબૂત પાયાના સ્‍થાપક સ્‍તંભ સ્‍વ.કાનજીભાઈ ખીમજીભાઈ લોઢારીના કાર્યોને વોર્ડનં.૮ના મતદારોએ યાદ કરીને ખ્‍યાતિબેન લોઢારીને પ્રચંડ સમર્થન આપીને વિશ્‍વાસ વ્‍યકત કર્યો : સૌ મતદારોનો આભાર માનીને ખ્‍યાતિબેન વિકાસના નવા માપદંડ તથા પાણી, ગટર વ્‍યવસ્‍થા, રસ્‍તા, સ્‍ટ્રીટ લાઈટ જેવી પુરતી પ્રાથમિક સુવિધા અને વોર્ડને પ્રગતિના નવા શિખરો સુધી પહોંચાડવાની ખાત્રી આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧: મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નં. ૮માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા શ્રીમતી ખ્‍યાતિબેન સંજયભાઈ લોઢારી એ સૌથી વધુ કુલ ૫૯૪૨ મત મેળવીને ભાજપના બાવન ઉમેદવારોમાં પ્રચંડ લોકસમર્થન મેળવ્‍યું છે.

આ વિજય માત્ર ચૂંટણી પરિણામ નથી, પરંતુ વોર્ડ નં. ૮ના જાગળત, સજાગ અને વિકાસપ્રેમી મતદારો દ્વારા સ્‍વર્ગસ્‍થ કાનજીભાઈ ખીમજીભાઈ લોઢારીને અર્પણ કરાયેલ જીવંત શ્રદ્ધાંજલિ સમાન છે. તેવું માનવામાં આવી રહયું છે. સ્‍વ.કાનજીભાઈ લોઢારી પોરબંદરમાં જનસંઘથી લઈ ભાજપ સુધીના મજબૂત પાયાના સ્‍થાપક સ્‍તંભ રહ્યા છે અને તેમના આદર્શો આજે પણ જનમાનસમાં પ્રેરણારૂપ છે. ખ્‍યાતિબેન પ્રત્‍યે જનતાનો અવિચળ વિશ્વાસ, નિષ્‍કપટ પ્રેમ અને ઉત્‍સાહી સમર્થન આ ઐતિહાસિક પરિણામમાં સ્‍પષ્ટપણે ઝળકે છે. આ ભવ્‍ય જીત એ સાબિત કરે છે કે વોર્ડ નં. ૮ ના નાગરિકો વિકાસ, પારદર્શિતા, નિષ્ઠા અને સેવા ભાવનાને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપે છે અને ખ્‍યાતિબેનના નેતળત્‍વમાં પોતાના વિસ્‍તારના આવતા પાંચ વર્ષના ઉજ્જવળ ભવિષ્‍ય માટે મજબૂત વિશ્વાસ વ્‍યક્‍ત કરે છે.

વોર્ડ નં. ૮ ના તમામ મતદારોનો ખ્‍યાતિબેને હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરીને જણાવેલ કે વિકાસના નવા માપદંડ તથા પાણી, ગટર વ્‍યવસ્‍થા, રસ્‍તા, સ્‍ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ અવિરત સ્‍થાપિત અને વોર્ડને પ્રગતિના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રતિબદ્ધ રહેશે તેવી ખાતરી આપીએ છીએ

(1:49 PM IST)