તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
જામનગરમાં બાળકીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ : રંગોળીના બહાને લલચાવતી મહિલા CCTVમાં કેદ : જુઓ વિડીયો
ખોડિયાર કોલોનીના શક્તિનગરમાં અજાણી મહિલાએ બાળકીને લલચાવવાનો કર્યો પ્રયાસ : પાડોશીની નજર પડતા ફરાર; પોલીસે તપાસ હાથ ધરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બાળકીના અપહરણના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શક્તિનગર વિસ્તારમાં એક અજાણી મહિલાએ રંગોળી બનાવવાના બહાને બાળકીને પોતાની તરફ આકર્ષી લલચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન પાડોશીની શંકાસ્પદ મહિલા પર નજર પડતાં જ મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.
આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે બાળકી સાથે બનેલી સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના આધારે પોલીસ શંકાસ્પદ મહિલાની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.(તસવીર/વિડીયો: કિંજલ કારસરીયા, જામનગર)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
