<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

થાનગઢના જામવાડી ગામ પાસે ભારત પેટ્રોલ પંપ ઉપર બનેલ અપહરણ અને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો

 

વઢવાણ, તા.૨૬: સુરેન્દ્રનગર જિલ્લામાં અપહરણ અને લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આશરે એક મહિના પહેલા સુરેન્દ્રનગરના જામવાડી ગામ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ ખાતે બનેલ અપહરણ અને લૂંટના બનાવવામાં નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

 થાનગઢ પોલીસને મળેલી બાતમી બાદ મીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ઉપર વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે આ તમામ ઈસમો એક કારમાં પસાર થવાના હોય તેવી બાતમી થાનગઢ પોલીસને મળી હતી આ આધારે થાનગઢ પોલીસ દ્વારા વોચ ગોઠવી અને ત્યાંથી પસાર થઈ રહેલી મારૂતિ સુઝુકી કંપનીની ઇકો કાર ઊભી રાખવામાં આવી હતી અને તેની પહેલાથી લેવામાં આવતા લૂંટના અને અપહરણના ગુનાના ચાર આરોપી તેમાં હોવાનો ધડાકો થયો હતો.

 આ આધારે ભરતભાઈ રમેશભાઈ મેઘાણી રહે મોટી મોલડી તેમજ મહેશભાઈ રઘુભાઈ સોમાણી રહે ખેરડી જગાભાઈ રાજાભાઈ પંચાળીયા રહે પીપડીયા વેલજીભાઈ મેઘાણી રહે મોટી મોલડી વાળા ની અટકાયત કરી લેવામાં આવી હતી અને  લોખંડના પાઇપ તેમજ અન્ય એક છરી અને અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

થાનગઢ પોલીસ દ્વારા લૂંટમાં ગયેલા મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ ૨.૨૮ લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કરી અને ચાર ઈસમોની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(1:19 PM IST)