News of Wednesday, 20th May 2026
જૂનાગઢના મેંદરડામાં પેટ્રોલ પમ્પ પર એક કિલોમીટર સુધી લાંબી લાઈન : ખેડૂતો કેરબા લઈને ડીઝલ લેવા માટે પહોંચ્યા
પેટ્રોલપંપ સંચાલકનું કહેવું છે બીજા પંપો પર ડીઝલ ખૂટતા અહીં ઘસારો જોવા મળી રહ્યો છે

જૂનાગઢના મેંદરડા પેટ્રોલપંપ પર લાગી 1 કિલોમીટર લાંબી લાઈન લાગી છે, . ડીઝલ માટે ખેડૂતો કેરબા લઈ પેટ્રોલપંપ પર પહોંચ્યા છે. અંદાજે 1 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી છે . હાલ ખેતીની સીઝન હોઈ ખેતી માટે ડીઝલની હોય છે જરૂરિયાત.સવારે 10 વાગ્યાંથી ખેડૂતો લાઈનમાં ખાધાપીધા વગર ઉભા છે ખેડૂતો ડીઝલ માટે વલખા મારી રહ્યા છે, ખેડૂતોનો રોષ જોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી છે . પેટ્રોલપંપ સંચાલકનું કહેવું છે બીજા પંપો પર ડીઝલ ખૂટતા અહીં ઘસારો જોવા મળી રહ્યો છે. હાલ તમામને માર્યાદિત સ્ટોકમાં ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ડીઝલનો જથ્થો હશે ત્યાં સુધી વેચાણ કરવામાં આવશે. તકલીફ તો છે પણ તમામ ગ્રાહકો એ સંયમ રાખવા અપીલ કરી છે. પેટ્રોલની કોઈ અછત નથી ઉપરથી સ્ટોક આવશે ત્યાં સુધી વેચાણ કરવામાં આવશે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
