<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જુનાગઢ જિલ્લા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલનો દબાદબો યથાવત

એકલા હાથે ભાજપને જીતાડતા સાર્વત્રિક અભિનંદન વર્ષા : આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસની આબરૂના ધજાગરા:ફરી યાર્ડનું સુકાન ભાજપ પાસે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૦ : જૂનાગઢ જિલ્લા માર્કેટિંગ યાર્ડની અતિ પ્રતિષ્ઠા ભરેલી ચૂંટણીને લઈને જિલ્લાભરના આગેવાન માટે અંતિ મહત્વની ગણાતી ચૂંટણીની જાહેરાત થતા જ આમ  આદમી પાર્ટી દ્વારા ભાજપને હરાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરી લોકો પાસે ખોટા બનાવટી અને બોગસ વીડિયા બનાવી પ્રચાર ચાલુ કરેલો જયારે ભાજપ તરફથી પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલ દ્વારા એકલા હાથે પ્રચાર કરી ભાજપ માટે ગામડા ગામડા ખુંદી પ્રચાર કરી મતદાન ભાજપ તરફેણમાં થાય તેવા પ્રયત્ન કરેલ.

          જેમાં જિલ્લા પંચાયત જૂનાગઢના કોપ્ટ સભ્ય ડો. ભરત ઝાલાવાડિયા પણ તેમની સાથે પ્રવાસમાં જોડાયેલા હતા.ત્યારે 2025ની વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના કિરીટ પટેલ અને આપના ગોપાલ ઈટાલીયા વચ્ચે જેવો જંગ જામેલ તેવો જ જંગ ફરીથી જામેલ ત્યારે સમગ્ર ગુજરાતના લોકોની નજર આ ચૂંટણી ઉપર હતી.

               અને બન્ને પક્ષ એકબીજાને ભરી પીવાના મૂડમાં હતા જેનું મતદાન ગઇકાલે પૂર્ણ થતા આજરોજ મતગણતરી થતા ભાજપનો હાથ ઉંચો રહેલ હતો જેમાં ભાજપ પાસે વેપારી વિભાગની કુલ 4 બેઠકો તથા સહકારી વિભાગની કુલ-2 બેઠકો મળી કુલ-6 બેઠકો બિનહરીફ થયેલ હતી જ્યારે બાકી રહેતી ખેડૂત વિભાગની કુલ -10 બેઠકોમાં 17 ઉમેદવાર વચ્ચે આ ચૂંટણી જંગ હતો જેમાં કુલ 955 મતદારો હતા જેમાંથી કુલ 914 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે હતો.

            જેમાંથી ખેડૂત વિભાગની -10 બેઠકો માંથી કુલ 10 બેઠકો ભાજપને મળી હતી આમ ભાજપે આટલી બેઠકો મળતા ફરી એક વખત જિલ્લા માર્કેટિંગ યાર્ડની સતા જાળવી રાખેલ છે.આ તકે કિરીટભાઈ પટેલે ભાજપ તરફે મતદાન કરવા બદલ તમામ મતદારોનો આભાર માન્યો હતો અને જણાવેલ હતું કે તમે પાર્ટી ઉપર વિશ્વાસ અને ભરોશો મુક્યો છે તે ક્યારેય એળે જવા નહીં દવ અને પારદર્શક વહીવટ દ્વારા ખેડૂતોના હિતમાં કાર્ય કરવામાં આવશે તેવી ખાત્રી પણ આપેલ હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:05 PM IST)