<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

આત્‍મતત્‍વનું જ્ઞાન સદ્‌ગુરૂ વિના પ્રાપ્ત નથી થતુ : દ્વારકાના જગદગુરૂ શંકારાચાર્ય પૂ. સદાનંદ સરસ્‍વતીજી મહારાજ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૯ : ગુરુપૂર્ણિમા (વ્‍યાસપૂર્ણિમા) ના પવિત્ર ઉત્‍સવ પર  પヘમિનામનાય શ્રી દ્વારકાશારદા પીઠાધીશ્વર અનંતશ્રી-વિભૂષિત જગદ્ગુરુ શંકરાચાર્ય સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજનો પવિત્ર સંદેશ આપતા જણાવ્‍યું છે કે  આષાઢ શુક્‍લ પૂર્ણિમાનો આ પુણ્‍યદિવસ ભારતીય સનાતન વૈદિક પરંપરામાં ગુરુતત્ત્વની આરાધનાનો મહાપર્વ છે. આ માત્ર કોઈ મહાપુરુષના જન્‍મ કે સ્‍મળતિનો ઉત્‍સવ નથી, પરંતુ તે અનાદિ જ્ઞાનપરંપરા પ્રત્‍યે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરવાનો પવિત્ર અવસર છે, જેના દ્વારા શ્રુતિનું અમળત, આત્‍મવિદ્યાનો પ્રકાશ અને મોક્ષમાર્ગનું યથાર્થ સ્‍વરૂપ યુગાનુયુગ ગુરુથી શિષ્‍ય સુધી અવિચ્‍છિન્ન રીતે પ્રવાહિત થતું આવ્‍યું છે. આથી જ આ પર્વ ‘ગુરુપૂર્ણિમા' ઉપરાંત ‘વ્‍યાસપૂર્ણિમા' તરીકે પણ પ્રસિદ્ધ છે.

ભારતીય દર્શનનું મૂળ તત્ત્વ એ છે કે મનુષ્‍યનું વાસ્‍તવિક સ્‍વરૂપ આ નશ્વર શરીર, ચંચળ મન અથવા મર્યાદિત બુદ્ધિ નથી, પરંતુ નિત્‍ય, શુદ્ધ, બુદ્ધ અને મુક્‍ત આત્‍મા છે. છતાં અનાદિકાળથી રહેલી અવિદ્યાના કારણે જીવ પોતાનાં આ સ્‍વરૂપને વિસ્‍મરી સંસારના સુખ-દુઃખ, રાગ-દ્વેષ તથા જન્‍મ-મરણના ચક્રમાં બંધાયેલો રહે છે. વેદાંતનો સમસ્‍ત પ્રયોજન આ અવિદ્યાનું નિવારણ કરવાનું છે. તેથી જ ઉપનિષદો ઘોષણા કરે છે-  આત્‍મતત્ત્વનું જ્ઞાન સદ્ગુરુ વિના પ્રાપ્ત થઈ શકતું નથી.

ભગવાન શ્રીનારાયણથી પ્રસરેલી આ જ્ઞાનધારા બ્રહ્મા, મહર્ષિ વસિષ્ઠ, શક્‍તિ, પરાશર, ભગવાન વેદવ્‍યાસ, શ્રીગૌડપાદાચાર્ય, શ્રીગોવિંદભગવત્‍પાદાચાર્ય અને આદિ જગદ્ગુરુ ભગવાન શ્રીશંકરભગવત્‍પાદાચાર્ય સુધી અવિરત રીતે વહેતી રહી છે. આ અવિચ્‍છિન્ન ગુરુપરંપરાએ જ વેદોના યથાર્થ અભિપ્રાયને સુરક્ષિત રાખ્‍યા છે અને બ્રહ્મવિદ્યાને જીવંત પરંપરા તરીકે વિશ્વ સમક્ષ પ્રતિષ્ઠિત કરી છે.

ભારતીય અધ્‍યાત્‍મમાં ભગવાન વેદવ્‍યાસનું સ્‍થાન અદ્વિતીય છે. તેમણે વેદોનું વિભાજન કરીને તેમને સુવ્‍યવસ્‍થિત સ્‍વરૂપ આપ્‍યું, બ્રહ્મસૂત્ર દ્વારા ઉપનિષદોના તત્ત્વજ્ઞાનનું સૂત્રીકરણ કર્યું તથા મહાભારત અને પુરાણો દ્વારા ધર્મને લોકજીવન સાથે જોડ્‍યો. આથી વેદવ્‍યાસ માત્ર એક મહર્ષિ જ નહીં, પરંતુ સમગ્ર વૈદિક જ્ઞાનપરંપરાના મૂર્તિમાન સ્‍વરૂપ માનવામાં આવે છે.

ગુરુપૂર્ણિમાનો વાસ્‍તવિક સંદેશ માત્ર ગુરુપૂજન કરવાનો નથી, પરંતુ ગુરુના ઉપદેશને પોતાના જીવનમાં પ્રતિષ્ઠિત કરવાનો છે. શ્રદ્ધા ત્‍યારે જ સાર્થક બને છે જ્‍યારે તે શાષાાધ્‍યયનમાં પરિણમે; શાષાાધ્‍યયન ત્‍યારે જ સફળ બને છે જ્‍યારે તે મનન અને નિદિધ્‍યાસનમાં પરિણમે; અને સાધના ત્‍યારે જ પૂર્ણતા પામે છે જ્‍યારે આત્‍મસ્‍વરૂપનો બોધ જીવનનો આધાર બની જાય. એ જ સાચી ગુરુદક્ષિણા છે, એ જ સાચી ગુરુભક્‍તિ છે અને એ જ ભારતીય ઋષિપરંપરાનો યથાર્થ સન્‍માન છે.

આ પાવન વ્‍યાસપૂર્ણિમા-ગુરુપૂર્ણિમાના શુભ અવસરે ભગવાન શ્રીદ્વારકાધીશ, જગજ્જનની શ્રીશારદામ્‍બા, ભગવાન શ્રીસિદ્ધેશ્વર મહાદેવ, આદિ જગદ્ગુરુ ભગવાન શ્રીશંકરભગવત્‍પાદાચાર્ય તથા ભગવાન વેદવ્‍યાસની કળપાદૃષ્ટિ સમસ્‍ત શ્રદ્ધાળુજનો પર અવિરત વરસતી રહે. પ્રત્‍યેક સાધકના અંતઃકરણમાં આત્‍મવિદ્યા પ્રત્‍યેનો અનુરાગ, ગુરુચરણોમાં અખંડ શ્રદ્ધા, શાષાોમાં દૃઢ નિષ્ઠા તથા ધર્મપાલનનો સંકલ્‍પ વધુ ને વધુ મજબૂત બને. સમગ્ર માનવજાત શાંતિ, સદભાવ, આધ્‍યાત્‍મિક જાગળતિ અને લોકમંગલના માર્ગે અગ્રેસર બને-એવી મંગલકામનાઓ સાથે પાવન શુભાશીર્વાદ તેમ અંતમાં દ્વારકાનાં જગદગુરૂ શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્‍વતીજી મહારાજે જણાવ્‍યુ઼ છે.

(1:17 PM IST)