<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટિંગ યાર્ડને આજથી અનિશ્ચિત સમય માટે બંધ રાખવા નિર્ણય

યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતો અને વેપારીઓને તમામ પ્રકારની જણસી યાર્ડમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટિંગ યાર્ડને આજથી અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઝલની અછતને કારણે યાર્ડના સંચાલનમાં મુશ્કેલીઓ ઉભી થતાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતો અને વેપારીઓને તમામ પ્રકારની જણસી યાર્ડમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી હરાજી પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. યાર્ડ બંધના નિર્ણયથી ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે કૃષિ ઉપજના વેચાણ અને પરિવહન પર તેની સીધી અસર પડી શકે છે

(6:14 PM IST)