<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ભાવનગરનાં અઘેવાડા શ્રી શિવકુંજધામમાં ‘કોટિ રૂદ્ર મહાયજ્ઞ'નું આયોજન

પૂ. સીતારામબાપુની અધ્‍યક્ષતામાં તા. ૧૯ થી તા. ર૯ ડીસેમ્‍બર દરમિયાન ધર્મોત્‍સવઃ ર૧૦૦ ભુદેવો દ્વારા ૩૩ યજ્ઞકુંડમાં મત્રોચ્‍ચાર સાથે આહુતિ અપાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪ :..  ભાવનગર શહેર-જિલ્લાના અધેવાડા વિસ્‍તારમાં સોમનાથ હાઇવે પર આવેલા પ્રાકળતિક અને દિવ્‍ય વાતાવરણથી શોભતા ‘શિવકુંજ ધામ' આશ્રમ ખાતે  (શનિવાર, તા. ૧૯-૧૨-૨૦૨૬) થી  (મંગળવાર, તા. ૨૯-૧૨-૨૦૨૬) દરમિયાન ‘ન ભૂતો ન ભવિષ્‍યતિ' એવા અલૌકિક ‘કોટિ રુદ્રમહાજ્ઞ'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ દિવ્‍ય આયોજન શિવકુંજ પરિવાર અને શ્રી મંજુમા સેવા ફાઉન્‍ડેશન દ્વારા ‘સમગ્ર બ્રહ્માંડકલ્‍યાણ હેતુ' રાખવામાં આવ્‍યું છે.

ભારતીય સનાતન પરંપરા અનુસાર ભગવાન શ્રીકળષ્‍ણે ગીતામાં કહ્યું છે કે યજ્ઞથી વરસાદ થાય છે, વરસાદથી અનાજ પાકે છે અને તેનાથી પ્રાણીમાત્રનું જીવન ટકે છે. આ દિવ્‍ય વિચારધારાને ચરિતાર્થ કરતા, સમસ્‍ત વિશ્વ અને બ્રહ્મ ાંડમાં રહેલી સચરાચર સળષ્ટિના કલ્‍યાણ, રાષ્‍ટ્રની ઉન્નતિ અને શાંતિ માટે પ.પૂ. સંતશ્રી સીતારામબાપુના નિમિત્તમાત્ર સંકલ્‍પથી આ મહાજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. શિવકુંજ ધામ આશ્રમ ખાતે પ્રતિષ્ઠિત ભારતના બીજા નંબરના સ્‍ફટિક શિવજી ભવનાથ મહાદેવ અને આદ્યશક્‍તિમાં રાજરાજેશ્વરી ભવતી પરાંબાની અસીમ કળપાથી તથા વળંદાવનમાં બિરાજતા ભગવાન ‘રાધારમણલાલજી' ના મુખ્‍ય યજમાન સ્‍થાને આ મહાજ્ઞ સંપન્ન થશે.

આ મહાજ્ઞની વિશેષતા એ છે કે તેમાં સમગ્ર ભારતમાંથી ૨૧૦૦ થી પણ વધારે બ્રાહ્મ ણો પધારશે. આ યજ્ઞમાં શુદ્ધ ઉચ્‍ચારો સાથે વેદોમાં જે યજ્ઞ વિશે સંપૂર્ણ રુદ્રી બાબતનો ઉલ્લેખ છે, તે મુજબ ભગવાન મહાદેવની રુદ્રીનો પાઠ કરવામાં આવશે. ૧૧ દિવસ દરમિયાન ૧૩૩ યજ્ઞકુંડમાં વિવિધ વેદ મંત્રો દ્વારા પોણા ત્રણ કરોડ જેટલી આહુતિઓ અપાશે.

 જગતગુરુ શંકરાચાર્ય અને સંતોની ઉપસ્‍થિતિઃ

આ સમગ્ર યજ્ઞકાર્યમાં પヘમિામ્‍નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્‍વામિ સદાનંદ સરસ્‍વતીજી મહારાજના આશીર્વાદ અને સાન્નિધ્‍ય પ્રાપ્ત થશે. આ ઉપરાંત અનેક સંતો પધારશે અને પધારેલા સંતોના આશીર્વાદ જનતાને મળી રહે તે માટે રોજિંદી ધર્મસભાઓનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

 પ.પૂ. સંતશ્રી સીતારામબાપુ દ્વારા અગાઉ થયેલા ધાર્મિક અને લોકસેવાકીય કાર્યો

ભાવનગરની આ પવિત્ર ભૂમિ ધન્‍ય છે કે જ્‍યાં પ.પૂ. સંતશ્રી સીતારામબાપુ દ્વારા સતત આવા યજ્ઞો અને લોકસેવાકીય કાર્યો થતા રહે છે. શ્રી મંજુમા ફાઉન્‍ડેશન દ્વારા અગાઉ લોકસેવા હેતુ ૯ ભાગવત કથાઓ, ગોપનાથ મહાદેવ ખાતે શ્રીનાથજી ભગવાનના યજમાનપદે અતિદુદ્ર મહાજ્ઞ, ગોપનાથ મહાદેવના યજમાનપદે અતિ મહાવિષ્‍ણુયાગ સાથે ૨૫૦૦ વિધવા બહેનોને સાડી વિતરણ અને મહુવા ખાતે ભગવાન આશુતોષ શિવના યજમાનપદે લક્ષચંડી મહાજ્ઞ જેવા પવિત્ર કાર્યો સંપન્ન થયા છે. શિવકુંજ ધામ ખાતે પ્રતિવર્ષ આધ્‍યાત્‍મિક યુવા-વિદ્યાર્થી શિબિરો, દર મહિને નિઃશુલ્‍ક મેથી ચિકિત્‍સા શિબિર, દરરોજ હરિહર, દૈનિકયજ્ઞ, શ્રાવણ માસમાં બિલિપત્રનો શિવાભિષેક, ચાતુર્માસમાં શતચંડી યજ્ઞ અને પર્યાવરણ-શિક્ષણ-સંસ્‍કારને લગતા કાર્યો નિયમિતપણે યોજાય છે.

 રોજિંદો મહાપ્રસાદ અને માનવસેવાના પ્રકલ્‍પોઃ

યજ્ઞ દરમિયાન દશર્નાર્થે આવતા તમામ લોકો માટે રોજ હરિહર ચાલુ રહેશે અને મહાપ્રસાદનું વિતરણ થશે. આ કાર્યમાં શિવકુંજ માનસ પરિવાર, શ્રી મંજુમા સેવા ફાઉન્‍ડેશનના સભ્‍યો તેમજ ભાવનગર જિલ્લાની અનેક સંસ્‍થાઓ, શાળાઓ, સેવા મંડળો અને મહિલા મંડળો ઉત્‍સાહભેર જોડાઈ રહ્યા છે. આ મહાયજ્ઞમાં પ.પૂ. પી.પી. સ્‍વામીજી - પ્રયોષ પ્રતિષ્ઠાન (ડાંગ) નું સાન્નિધ્‍ય પણ મળશે, જેઓ આદિવાસી વિસ્‍તારના ૨૮૦૦ જેટલા બાળકોને સનાતન પરંપરા સાથે જોડી સ્‍પોર્ટ્‍સ અને સ્‍વવિકાસમાં આગળ વધારી રહ્યા છે. તેમની પ્રેરણાથી શ્રી મંજુમા સેવા ફાઉન્‍ડેશન દ્વારા દિવ્‍યાંગ યજ્ઞ પણ ચાલે છે, જેમાં નિઃશુલ્‍ક કળત્રિમ અંગ અને કેલિપર્સ ફીટ કરી આપવામાં આવે છે, જેથી દિવ્‍યાંગો સ્‍વાવલંબી બની શકે. મહુવા ખાતે યોજાયેલા લક્ષચંડી મહાજ્ઞમાં ૧૫૦ થી વધુ લાભાર્થીઓને આ સેવા આપવામાં આવી હતી.

 ૧૧ દિવસ સુધી અધેવાડાના શિવકુંજ ધામમાં સતત શિવમંત્રોનો નાદ ગુંજશે અને લાખો ભક્‍તો યજ્ઞદર્શન, સંતદર્શન તથા મહાપ્રસાદનો લહાવો પ્રાપ્ત કરશે.

(10:54 AM IST)