<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

કચ્‍છના સરકારી તબીબે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના લોભમાં ૧.૯૭ લાખ ગુમાવ્‍યા.

પોલીસ,મીડિયાની અનેક ચેતવણીઓ પછી પણ લોકો લાભ અને લોભમાં આવી છેતરાય છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૯:  અભણ હોય કે ભણેલા, સરકારી અધિકારી હોય કે નોકરિયાત હોય, વ્‍યાપારી હોય બધા લોભ અને લાલચમાં આવી ઓન લાઇન ઠગાઇનો ભોગ બની રહ્યા છે. હદ તો એ છે કે, સરકાર, વહીવટીતંત્ર સત્તત મોબાઇલની કોલર ટયુન, ટીવી તેમ જ સોશ્‍યલ મીડિયા દ્વારા ચેતવણી આપે છે, મીડિયામાં દરરોજ ઓન લાઇન ઠગાઇના કિસ્‍સાઓ આવે છે પણ લોકો કયાંક લાલચ તો કયાંક ડરના માર્યા સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. કચ્‍છના સલાયા (માંડવી)માં ફરજ બજાવતા સરકારી તબીબ ડો. એમ. જે. બાંભણીયા ને એક્‍સિસ બેંકના નામે અજાણ્‍યા વ્‍યક્‍તિએ ફોન કરી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું જણાવતા તબીબે હા પડતા અજાણ્‍યા સાયબર સ્‍કેમરે લિંક મોકલી હતી. એ લિંકમાં ડોક્‍ટરે પોતાના ક્રેડિટ કાર્ડની વિગતો, ઓટીપી અને સીવીવી નંબર ભર્યા ત્‍યાંજ તેમના એકાઉન્‍ટમાંથી રૂપિયા ૧ લાખ ૯૭ હજાર ટ્રાન્‍સફર થયા હતા. ચોંકી ઊઠેલા ડોક્‍ટરે ક્રેડિટ કાર્ડ બ્‍લોક કરાવી તુરત જ ૧૯૩૦ નંબર સાયબર ક્રાઈમ ઉપર ફરિયાદ લખાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:58 AM IST)