<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

કચ્‍છ કઠિયાવાડ ગુજરાત નિવૃત કર્મચારી મંડળ EPS ૯૫ આધારિત કર્મચારીઓ માટે હયાત સર્ટિફિકેટ માટે ફ્રી કેમ્‍પ

 

જુનાગઢ , તા., ૪: ડાક વિભાગ, ડાક અધિક્ષકશ્રી તથા કચ્‍છ કાઠિયાવાડ ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે EPS ૯૫ આધારિત તમામ નિવળત્ત કર્મચારીઓ માટે એક વિશેષ હયાત પ્રમાણપત્ર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પ જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જિલ્લાના તમામ નિવળત્ત કર્મચારીઓ માટે યોજાશે. નિવળત્ત કર્મચારીઓએ ૧ નવેમ્‍બરથી ૩૦ નવેમ્‍બર સુધી હયાતીનું સર્ટિફિકેટ આપવાનું હોવાથી, તારીખ ૫ નવેમ્‍બર ૨૦૨૬ અને ગુરુવારના રોજ ચિતાખાના ચોકમાં આવેલ ઇપીએફઓ કચેરી ખાતે આ ફ્રી કેમ્‍પનું આયોજન કરાયું છે. કચ્‍છ કાઠિયાવાડ ગુજરાત નિવળત્ત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને ઉપ પ્રમુખ મહેન્‍દ્ર ભાઈ દવે દ્વારા વધુમાં વધુ લોકોને આ કેમ્‍પનો લાભ લેવા માટે અપીલ મહત્‍વની કામગીરી માટે અરજદારે આધાર કાર્ડ, ફોન, પાસબુક અને પી.પી.ઓ. (PPO) નંબર સાથે રાખવા અનિવાર્ય છે. આ દસ્‍તાવેજો અને વિગતો સાથે રાખવાથી પ્રક્રિયા સરળ બને અને કોઈપણ પ્રકારની અડચણ વગર  સમયસર  કામ  પૂર્ણ થઈ  શકે.  કાર્યક્રમને  સફળ બનાવવા  અયુબખાન  બલોચ,   બળવંત નલિયાપર, યુસુફભાઈ શેખ, હરસુખભાઇ  વેકરિયા, હરસુખભાઇ ડાંગર, યાસીનખાન પઠાણ, નાથાલાલ પરમાર, વિગેરે મિત્રો જેહમત ઉઠાવી રહ્યા છે.

(1:13 PM IST)