News of Sunday, 26th April 2026
કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ વતન સુખપર રોહા ગામે કર્યું મતદાન : લોકશાહીના પર્વમાં નોંધાવી સહભાગિતા
નખત્રાણા તાલુકાના સુખપર રોહા મતદાન મથકે બજાવી નાગરિક ફરજ, કહ્યું- સ્થાનિક ચૂંટણી ગ્રામ્ય વિકાસનો આધાર; વધુમાં વધુ મતદાન કરવા મતદારોને કરી અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત પોતાના વતન નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી.
સવારે સુખપર રોહા ખાતેના મતદાન મથકે પહોંચીને સાંસદશ્રીએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે જણાવ્યું કે, લોકસભા કે વિધાનસભા જેટલી જ મહત્વની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, કારણ કે ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધીની સંસ્થાઓ સીધી ગામના વિકાસ સાથે જોડાયેલી છે.
તેમણે વધુમાં કહ્યું કે, પાણી, રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ માટે યોગ્ય પ્રતિનિધિ ચૂંટવા જરૂરી છે. એક જાગૃત નાગરિક તરીકે દરેક વ્યક્તિએ મતદાન અવશ્ય કરવું જોઈએ.
સાંસદશ્રીએ કચ્છ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈને ગામ અને તાલુકાના વિકાસ માટે મતદાન કરીએ. ગરમી વચ્ચે પણ મતદાન મથકો પર સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
