તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
કચ્છના યુવાનનું રાજય કક્ષાની 50 મીટર રાયફલ શુટિંગ ચેમ્પિયનશિપ મા પ્રસંશનીય પ્રદર્શન
મૂળ પોરબંદર અને હાલ કચ્છમાં રહેતા દીપ વિનુભાઈ થાનકીએ એસ્પાર્યિંગ શૂટર તરીકેની સિદ્ધિ મેળવી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ : કચ્છના માંડવીને કર્મ ભૂમિ બનાવનાર મુળ પોરબંદર ના વતની અને બ્રહ્મ સમાજ ના અગ્રણી અને રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના કાર્યાલય મંત્રી વિનુભાઈ થાનકી ના પુત્ર એ દીપકુમાર વિનુભાઈ થાનકી એ કચ્છ ને ગૌરવ અપાવ્યું છે. આ ગૌરવપૂર્ણ અને યાદગાર સિદ્ધિ! તાજેતર મા
અમદાવાદ ખાતે તા. ૭ થી ૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ૬૨મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપ (NR) – ૨૦૨૬ માં 50 મીટર રાઇફલ પ્રોન (NR) પુરુષ વર્ગમાં તેમણે પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું
યશદેવ સ્પોર્ટ્સ એન્ડ શૂટિંગ એસોસિએશન શક્તિસિંહ જાડેજા ની પ્રેરણાથી કચ્છનું પ્રતિનિધિત્વ કરતાં તેમજ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન અને નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે દીપે 550 સ્કોર મેળવી જરૂરી લઘુત્તમ ક્વોલિફાઇંગ સ્કોરને પાર કર્યો છે અને આ ઇવેન્ટમાં “Aspiring Shooter” તરીકેની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી
આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તેમણે પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ માટે પણ સફળતાપૂર્વક ક્વોલિફાય કર્યું છે જેમાં
• વેસ્ટ ઝોનલ શૂટિંગ ચેમ્પિયનશિપ
• પ્રી-નેશનલ ચેમ્પિયનશિપ
• ઓલ ઇન્ડિયા જી. વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ
આ સિદ્ધિને વધુ પ્રેરણાદાયી બનાવતી વાત એ છે કે તેમણે પોતાના વ્યવસાયની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતાં, સાથે સાથે ઈલેક્ટ્રીક ડિવાઇસ પી.એચ.ડી.નો અભ્યાસ અને સંશોધન કાર્ય ચાલુ રાખીને આ સફળતા પ્રાપ્ત કરી છે.
આ સિદ્ધિ તેમની અડગ મહેનત, શિસ્ત, ધૈર્ય, સતત પ્રયત્નો અને શ્રેષ્ઠતા પ્રત્યેની અવિચળ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક નવી સિદ્ધિઓ તરફનું પ્રથમ સોપાન સાબિત થાય તૈ માટે
દીપકુમાર થાનકીઆવનારી તમામ ચેમ્પિયનશિપમાં વધુ સફળતા, વધુ ઊંચા સ્કોર અને અનેક પદકો પ્રાપ્ત કરવા માટે કમર કસી છે
દિપ થાનકી ની સફળતા માટે ઠેર ઠેર થી અભિનંદન મળી રહયા છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
