તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
કચ્છના મનફરા ગામે ઘરકંકાસથી ત્રસ્ત યુવાન શિક્ષકે ફાંસો ખાઈ જીવ દીધો
પત્નીએ પોલીસ કેસ કર્યો હતો અને ૬ મહિનાથી પિયરે હતી. એકલા રહેતા યુવાનનો આપધાત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : કચ્છના ભચાઉ તાલુકાના મનફરા ગામે પતિ પત્ની વચ્ચેના ઘરકંકાસ બાદ એકલા રહેતા શિક્ષક પતિએ ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો. સરકારી માધ્યમિક શાળાના ૩૭ વર્ષીય શિક્ષક દિવ્યેશ દિનકરભાઈ જોષી અને તેમના પત્ની નેહાબેન વચ્ચે ઘરકંકાસ હતો પત્નીએ પોલીસ કેસ કર્યો હતો અને ૬ મહિનાથી પિયરે હતી. એકલા રહેતા યુવાન શિક્ષક પતિ દિવ્યેશભાઈએ પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
