તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
કચ્છના પેટાળમાંથી મળશે ભવિષ્યની હાઇ-ટેક ક્રાંતિનો ખજાનો: 'ક્રિટિકલ મિનરલ્સ' અને રેર અર્થ એલિમેન્ટ્સની શોધ અર્થે MECLનો સઘન સર્વે!
રક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ અને સ્પેસ ટેકનોલોજી માટે અત્યંત મહત્વપૂર્ણ ખનીજ સંપત્તિ શોધવા નિષ્ણાત જિયોલોજિસ્ટોની ટીમે દેવીસર, દેવપર, સૈયદપર અને રતનાલ બ્લોકમાં કર્યું ફિલ્ડ વર્ક.

ભુજ: રણ, દરિયો અને ખડકોની ધરા ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છના પેટાળમાં છુપાયેલી અફાટ ખનીજ સંપત્તિને લઈને એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભવિષ્યની અદ્યતન ટેકનોલોજી માટે અતિ આશાસ્પદ એવા ‘ક્રિટિકલ મિનરલ્સ’ અને ‘રેર અર્થ એલિમેન્ટ્સ’ (Rare Earth Elements) ની શોધખોળ અર્થે ‘મિનરલ એક્સપ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ’ (MECL) દ્વારા એક સપ્તાહ સુધી સઘન સંશોધન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
MECLના પૂર્વ જનરલ મેનેજર પી. રવીન્દ્રનના કુશળ નેતૃત્વ હેઠળ આવેલી નિષ્ણાત જિયોલોજિસ્ટોની ટીમે કચ્છ બેસિનના દેવીસર, દેવપર, સૈયદપર, નુંધાતડ અને રતનાલ જેવા વિવિધ બ્લોકમાં વિસ્તૃત અને ઝીણવટભર્યું ફિલ્ડ વર્ક કર્યું હતું. આ વિશિષ્ટ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય બોક્સાઈટ, એલ્યુમિનસ લેટેરાઈટ અને રેર અર્થ એલિમેન્ટ્સ જેવા દુલર્ભ ખનીજોના વિપુલ ભંડારો શોધવાનો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરીને નવો રોડમેપ તૈયાર કરવાનો છે.
સર્વે દરમિયાન પ્રાપ્ત થયેલા પ્રાથમિક ડેટાના આધારે હવે ભવિષ્યમાં કરવામાં આવનારા ડીપ ડ્રિલિંગ અને એક્સપ્લોરેશન માટે નવા ટાર્ગેટ ઝોન નક્કી કરી દેવાયા છે. નોંધનીય છે કે ભારત સરકારના ખાણ મંત્રાલય હેઠળની મિનીરત્ન કેટેગરી-૧ કંપની MECL દ્વારા શોધવામાં આવનારા આ ક્રિટિકલ મિનરલ્સ આગામી સમયમાં ભારતને ડિફેન્સ, સ્પેસ અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીના ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
