તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ગઢકામાં ડેરીના કામની સાઇટ પર વેલ્ડીંગ કરતી વખતે પટકાતાં મજૂર અજયનું મોત
મુળ યુપીના ૨૧ વર્ષના યુવાનનું સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થતાં ગમગીની

રાજકોટ તા. ૧૨: રાજકોટના સરધાર નજીકના ગઢકા ગામે અમુલ ડેરીના કામની સાઇટ પર ફેબ્રીકેશનનું કામ કરતી વખતે ૨૧ વર્ષનો મજૂર અકસ્માતે પંદરેક ફુટ ઉંચાઇ પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજ ગઢકમાં અમુલ ડેરીની સાઇટ પર હાલ ફેબ્રીકેશનનું કામ ચાલુ હોઇ અહિ અલગ અલગ મજૂરો કામ કરવા આવ્યા છે. જે પૈકી યુપીનો અજય સુભાષભાઇ યાદવ (ઉ.વ.૨૧) ગત સાંજે પંદરેક ફુટ ઉંચાઇ પર કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના કેતનભાઇ પરમારે કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઇ અશોકભાઇ કલાલે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અજય બે ભાઇમાં મોટો હતો. તે મુળ યુપીનો વતની હતો અને યુપીના જ બીજા કારીગરો સાથે અહિ પેટીયુ રળવા આવ્યો હતો. બનાવથી સાથી કર્મચારીઓમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
