હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોટીલા શ્રી આપા ગીગાના ઓટલે મંગળવારે બાળાઓને લ્હાણી વિતરણ
દશેરાએ દરેક ગરબી મંડળની બાળાઓ અને આયોજકોને જાહેર આમંત્રણ આપતા નરેન્દ્ર બાપુ : દશેરાએ સંતો-મહંતોના હસ્તે ગરબી મંડળની ૧૦ હજાર બાળાઓને લ્હાણી વિતરણ, રોકડ (ભેટ પૂજા) પ્રસાદી રૂપે અપાશે : ભાર્ગવ સોલંકી : દર વર્ષની માફક દશેરાએ સૌરાષ્ટ્રભરમાંથી ચોટીલા તાલુકો, રાજકોટ શહેર, રાજકોટ જીલ્લો, તેમજ આસપાસના ગામોની આશરે ૨૦૦ થી વધારે ગરબી મંડળની આશરે ૧૦ હજાર બાળાઓ દ્વારા માં ભગવતીની આરાધના થશે : નામાંકીત કલાકારો લોક ગાયિકા પૂનમ ગોંડલીયા અને લોકગાયક વિશાલ વરૂ વગેરે ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે માતાજીની આરાધના

રાજકોટ : શ્રી આપાગીગાના ઓટલાની સેવાના સુવાસથી સમગ્ર ભારત સહીત દેશ વિદેશના અનેરી ખ્યાતી પ્રાપ્ત કરનાર ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ‘શ્રી આપાગીગાનો ઓટલો' દ્વારા માં ભગતવતીના નવલા નોરતાના પ્રસંગે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા દિવ્યાતિદિવ્ય તેમજ ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન તેમજ નવરાત્રી મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આસો સુદ-૧ તા. ૧૧ રવિવારના પ્રથમ નોરતાથી આસો સુદ -૯ તા. ૧૯ સોમવાર સુધી દરરોજ સાંજના સમયે માં ભગવતીની આરાધના સ્વરૂપ પૌરાણિક રીતે માં ભગવતીની આરાધના કરવામાં આવે છે. તેમજ આ ધાર્મિક મહોત્સવની ઉજવણી તા. ૨૦ મંગળવાર સવારે ૯ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. દશેરાના દિવસે સવારે ૧૦ કલાકે માં ભગવતીના અન્નકોટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સમગ્ર અન્નકોટ પ્રસાદનું આવેલ માં ભગવતીના સ્વરૂપ દરેક દિકરીઓ તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે દરેક ગરબી મંડળના સંચાલક ભાઈ તેમજ બહેનો, દરેક ગરબી મંડળની બાળાઓને, દરેક ધર્મપ્રેમી માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો, બાળકોને તેમજ દરેક કાર્યક્તા ભાઈઓ-બહેનોને આમંત્રણ અપાયું છે.
‘શ્રી આપાગીગાના ઓટલો'ના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે યોજાનારા ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લાહણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરૂપે રોકડ (ભેટપૂજા) આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આ નવરાત્રી નિમિતે સુરેન્દ્રનગર જિલ્લો, ચોટીલા ગામ તેમજ તાલુકો, રાજકોટ શહેરની ગરબી મંડળની દિકરીઓ તેમજ રાજકોટ જીલ્લાની તેમજ સૌરાષ્ટ્રની દરેક ગરબી મંડળની બાળાઓ તેમજ કાર્યકર્તાઓને પણ આમંત્રણ અપાયું છે. વિશેષ મહાપ્રસાદની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રી આપાગીગાના ઓટલે આયોજીત આ દિવ્ય મહોત્સવમાં દરેક ગરબી મંડળની બાળાઓને તા.૨૦ મંગળવાર (દશેરા)ના દિવસે સવારે ૯ કલાકથી કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. બપોરે ૩ વાગ્યે પુર્ણાહુતી બાદ શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ મહંત શ્રી,‘શ્રી આપાગીગાના ઓટલો' ચોટીલા તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સંતો મહંતોના વરદ્ હસ્તે લાહણી વિતરણ તેમજ રોકડ (ભેટ પુજા) પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી આપાગીગાના ઓટલા દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી અવરત પણે ૨૪ કલાક સંપૂર્ણ વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહયું છે તથા રોજ ખુબ જ મોટી સંખ્યામાં ભકતજનો તેમજ યાત્રિકો દ્વારા મહાપ્રસાદનો લાભ લઈ આ દિવ્ય તેમજ ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાર્ગવભાઈ સોલંકી - પ્રમુખશ્રી વિશ્વકર્મા નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ મહોત્સવમાં તા. ૨૦ મંગળવાર (દશેરા) નિમિતે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ગુજરાતના નામાંકીત લોક ગાયિકા પૂનમ ગોંડલીયા અને લોક ગાયક વિશાલ વરૂ વગેરે ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે માતાજીની આરાધના કરાવશે.
ભાર્ગવભાઈ સોલંકી (પ્રમુખશ્રી વિશ્વકર્મા નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા દરેક ગરબી મંડળના આયોજકોને વિનંતિ સાથે જણાવવામાં આવે છે કે ગરબી મંડળની દિકરીઓને (બાળાઓને) સાથે રાખી અને તમારા પાસ સવારે ૮-૩૦ થી ૧૦ વાગ્યા સુધીમાં જ આપવામાં આવશે અને જે તે સ્થળ ઉપરથી જ મેળવી લેવાના રહેશે. બાળાઓને તેમજ ગરબી મંડળના આયોજકોને પાસ આપવામાં આવ્યા હશે તેઓને જ લાણી તેમજ રોકડ ભેટ પુજા આપવામાં આવશે. તેમ નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (મહંતશ્રી આપાગીગાનો ઓટલો)એ અંતમાં જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
