<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ભારતના ત્રીજા સ્પેસપોર્ટના પ્રસ્તાવિત વિકાસ માટે કોડીનાર તાલુકાના વેલણ ખાતે જમીનનું સ્થળ નિરીક્ષણ કરતાં અર્જુનભાઈ મોઢવાડિયા : જુઓ વિડીયો

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રીએ જમીનનું નીરિક્ષણ કરીને સંભવિત વિકાસ માટેનો તાગ મેળવ્યો : શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા,પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના ઉપસ્થિત

ગીર સોમનાથ તા.૬ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા સાથે કોડિનાર તાલુકાના વેલણ ગામે ગીર સોમનાથ જિલ્લામાં ભારતના ત્રીજા સ્પેસપોર્ટના પ્રસ્તાવિત વિકાસ માટે જમીનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

સૌરાષ્ટ્રના વિસ્તારમાં અવકાશ ક્ષેત્રને નવી દિશા આપવાની તૈયારીઓ અંતર્ગત મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જમીનનું સ્થળ પર જમીન સંપાદનની કામગીરી, સ્થળનું ટેકનિકલ મૂલ્યાંકન, ભૌગૌલિક સ્થાન સહિત ઝીણવટભર્યુ નીરિક્ષણ કરી તાગ મેળવ્યો હતો.

સ્થળ નીરિક્ષણ સમયે પૂર્વ સાંસદ  દિનુભાઈ સોલંકી, કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ  શિવાભાઈ સોલંકી, કલેક્ટર  જીતેન્દ્રસિંહ વાઘેલા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

(1:55 PM IST)