News of Monday, 23rd November 2026
ચોટીલામાં જમીન વિવાદેઃ વેપારીની ઓફિસમાં ઘૂસીને ફાયરિંગ
દિવાલમાં અથડાતા જોરદાર અવાજ સાથે ચકચારઃ સ્થાનિક વેપારીઓમાં ભય અને ચિંતાનો માહોલ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૩:ચોટીલા પંથકમાં જમીન બાબતે ચાલી રહેલી તકરાર હવે હિસક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. વેપારીની ઓફિસમાં ઘૂસીને ફાયરિગ કરવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
ફરિયાદી વેપારી કિરીટભાઈ પોતાની ઓફિસમાં અન્ય લોકો સાથે હાજર હતા, તે સમયે અગાઉથી ચાલતા જમીન વિવાદને કારણે આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા.
આરોપીઓએ ઓફિસ પરિસરમાં પ્રવેશ કરીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પિસ્તોલથી ઓફિસમાં બેઠેલા વેપારી પર ફાયરિગ કરવામાં આવ્યું.
આ હુમલાને પગલે ઓફિસમાં એકાએક ગભરાટનો માહોલ પેદા થયો હતો. સદભાગ્યે આવેલી ગોળી વેપારીને વાગવાને બદલે ઓફિસના દરવાજા અને દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ગોળી દિવાલમાં અથડાતા જોરદાર અવાજ થયો હતો. પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈને શારીરિક ઈજા થઈ ન હતી. ઘટનાના સમયે ઓફિસમાં અન્ય લોકો પણ હાજર હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ મામલે ફરિયાદી કિરીટભાઈ દ્વારા સુરેન્દ્રનગર પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે આ ગંભીર ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. જમીન બાબતે કયા કારણોસર વિવાદ ચાલી રહ્યો હતો અને કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
સમગ્ર મામલે પોલીસની સઘન તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત સામે આવશે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિતા ફેલાઈ છે.
આ મામલે પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈને વધુ વિગતો મેળવવા તપાસ તેજ કરવામાં આવી છે, જેથી ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
