તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
જામનગરના કાલાવડ નાકા બહાર છ ઇંચ વરસાદમાં વૈકલ્પિક માર્ગમાં મોટી તિરાડો
નવનિર્મિત ઓવરબ્રિજ પાસે બનાવાયેલા રસ્તાની સાઇડમાં જમીન બેસી જતાં લાંબી તિરાડો દેખાઈ; વાહનચાલકોની સુરક્ષાને લઈ સવાલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: જામનગરના કાલાવડ નાકા બહાર નવનિર્મિત ઓવરબ્રિજ નજીક વાહનવ્યવહાર માટે બનાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગ પર વરસાદ બાદ મોટી અને લાંબી તિરાડો જોવા મળી છે. શહેરમાં અંદાજે છ ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ રસ્તાની સાઇડનો ભાગ બેસી ગયો હોય તેવી સ્થિતિ તસવીરોમાં જોવા મળી રહી છે.
માર્ગની ધાર પાસે અનેક સ્થળે તિરાડો પહોળી બનતાં વાહનચાલકો માટે જોખમ ભું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને સતત વાહનવ્યવહાર ધરાવતા આ માર્ગ પર વધુ વરસાદ પડે તો સ્થિતિ ગંભીર બની શકે છે. તંત્ર દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
