<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

છેલ્લા ૨૮ વર્ષથી પંચકોશી “બી” પો.સ્ટેના ગુન્હામાં નાસતા ફરતા તથા ૫૦૦૦ રૂપીયાના ઈનામી આરોપીને મધ્ય પ્રદેશ ખાતેથી લાલપુર પોલીસે ઝડપી લીધો

હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસસના આધારે આરોપી મધ્યપ્રદેશમાં હોવાની જાણ થતા પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી જામનગર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS) નાઓ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક  લાલપુર વિભાગ, લાલપુર પ્રતિભા સાહેબ (IPS) નાઓના માર્ગદર્શન મુજબ લાલપુર ડિવિઝનમાં જુદાજુદા પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી એક ટીમ બનાવી મધ્ય પ્રદેશ રાજ્યના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

લાલપુર પોલીસ સ્ટેશન પો.ઈન્સ. કે.એલ.ગળચર સાહેબનાઓની સુચના મુજબ લાલપુર પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. એસ.પી.ગોહિલ સાહેબ નાઓ તેમજ પો.હેડ કોન્સ. જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. લક્ષ્મણભાઈ મંગાભાઈ સરસીયા તથા પો.કોન્સ. દિવ્યેશભાઈ રાજશીભાઈ ભીંભા નાઓની ટીમ રવાના કરેલ જેમાં હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસસ આધારે હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના પંચકોશી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં.૨૩/૧૯૯૯ ઈ.પી.કો.કલમ ૩૯૫,૩૯૭ મુજબના ગુન્હાના આરોપી વાલુ સન/ઓફ માનસિંગ બીલવાવ રહે.બડી માંડલી તા.જી.જાબુઆ રાજ્ય.મધ્ય પ્રદેશ વાળો છેલ્લા ૨૮ વર્ષથી નાસતો ફરતો હોય તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા ૫૦૦૦ રૂપીયા ઈનામ જાહેર કરેલ હોય સદરહું આરોપીને મધ્ય પ્રદેશથી હસ્તગત કરી લઈ આવી પંચકોશી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી ધોરણસર કાર્યવાહી કરેલ છે..
પકડાયેલ આરોપી
(૧) વાલુ સન/ઓફ માનસિંગ બીલવાવ ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે.બડી મંડલી તા.જી.જાબુઆ રાજ્ય.મધ્ય પ્રદેશ પકડાયેલ આરોપીના અન્ય ગુન્હાઓ
મોરબી તાલુકા પો.સ્ટે
. (૧)ફ.ગુ.ર.નં.૧૩૧/૯૬ ઈ.પી.કો.કલમ ૩૯૫,૩૯૭ મુજબ

(૨) ફ.ગુ.ર.નં.૧૧/૯૭ ઈ.પી.કો.કલમ ૩૩૬,૩૩૭ તથા બી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ તેમજ ભાવનગર જીલ્લા ખાતે આજરીતે પેટ્રોલપંપ ઉપર લુટ ધાડની કોશીશ કરેલ

આ કામગીરી લાલપુર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એલ.ગળચર સાહેબ તથા પો.સબ ઇન્સ. એસ.પી.ગોહિલ તથા લાલપુર પોલીસ સ્ટેશન સ્ટાફના પો.હેડ કોન્સ. જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ.લક્ષ્મણભાઈ મંગાભાઈ સરસીયા તથા પો.કોન્સ. દિવ્યેશભાઈ રાજશીભાઈ ભીંભા દ્રારા કરવામાં આવેલ છે

(7:15 PM IST)