<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

છેલ્લા એક વર્ષથી પંચ એ ડીવી. પોલીસ સ્ટેશનના પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ- જામનગર

જામનગર, સાંઢીયા પુલ, કોપર સીટી એપાર્ટમેન્ટની પાછળ ખુલ્લા પ્લોટ પાસે હાજર હોવાની બાતમી મળતા દબોચી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા તથા ફરારી આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર  સી.એમ.

કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન સ્ટાફના લખધીરસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા મહિપાલભાઇ સાદિયા નાઓને મળેલ બાતમી મુજબ પંચ એ ડીવી. પો.સ્ટે.૧૧૨૦૨૦૪૫૨૫૦ ૯૨૪/૨૦૨૫ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ ૧૧૧(૧),ડી,૧૧(૧)ઇ, ૧૧(૧) એફ, ૧૧(૧) (એચ.એન.એસ) ગુન્હામાં ફરારી આરોપી- મહેશ વિહાભાઇ પરમાર( રહે. દરેડ, જી.આઇ.ડી.સી., સાંઢીયા પુલ પાસે, જામનગર ) જામનગર, સાંઢીયા પુલ, કોપર સીટી એપાર્ટમેન્ટની પાછળ ખુલ્લા પ્લોટ પાસે હાજર હોવાની બાતમી હકીકત મળતા તાત્કાલીક જગ્યાએ તપાસ કરતા આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા જામનગર પંચ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(11:40 PM IST)