તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં યુવતીની છેડતી થઈ હોવાની આશંકાએ મોડી રાત્રે ભારે હોબાળો, ઉશ્કેરાયેલા સ્થાનિકોના ટોળાએ વાહનોમાં તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ફેલાયો તંગદિલીનો માહોલ
મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા બાદ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવાયા, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભાવનગર, તા.૬ : ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં છેડતીની આશંકાને લઈને મોડી રાત્રે ભારે હોબાળો મચ્યો હતો. સ્થાનિક લોકોના ટોળાએ એકઠા થઈને હંગામો મચાવ્યો હતો અને કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી.
મળતી માહિતી મુજબ, વિસ્તારમાં છેડતીની ઘટના બની હોવાની આશંકાએ લોકોમાં રોષ ફેલાયો હતો. જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરતા વાતાવરણ તંગ બન્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટોળાને શાંત પાડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને છેડતીની આશંકા અંગે હકીકત જાણવા પ્રયાસો શરૂ કર્યા છે. તોડફોડ કરનારા તત્વોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે વિસ્તારમાં રાત્રે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસે લોકોને અફવાથી દૂર રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
