<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

વિસાવદર તાલુકાના લાલપુર ગામે સ્વ. ભિખાભાઈ કુંભાભાઈ ભડક, સ્વ. ભૂપતભાઈ ભિખાભાઈ ભડક ,મનુભાઈ ભડકના સ્મરણાર્થે ધોમધખતા તાપમાં ઠંડા પાણીનું ફ્રીજ મુકાયુ

મનુભાઈ ભિખાભાઈ ભડકના આર્થિક યોગદાનથી પ્રેરણાદાયી કાર્ય

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા લાલપુર ગામે મનુભાઈ ભિખાભાઈ  ભડકના આર્થિક યોગદાનથી સ્વ. ભિખાભાઈ કુંભાભાઈ  ભડક, સ્વ. ભૂપતભાઈ  ભિખાભાઈ  ભડક ,મનુભાઈ ભડકના  સ્મરણાર્થે   ઠંડા પાણીનું ફ્રીજ  મુકેલ છે.  જેમાં  મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક  ચંદ્રકાંત ખુહા , રમણીક   દૂધાત્રા ,  ગામના  આગેવાનો  ખીમજીભાઈ ભડક ,  ગોદડભાઈ બલદાણિયા , સુખાભાઈ છોટાળાં, ખીમાભાઈ ભડક, અશ્વિનભાઈ ભડક સહિત મોટી સંખ્યામાં લોકો  હાજર રહેલ હતા

(10:41 PM IST)