News of Monday, 11th May 2026
સ્વ.કનુભાઇ માવાણીનું શિક્ષણ ક્ષેત્રે ગુણવતા સુધારણામાં અનન્ય યોગદાન
પોરબંદર ગોઢાણિયા શૈક્ષણિક સંકુલમાં કનુભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૧: ગોઢાણિયા શૈક્ષણિક સંકુલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ કુલપતિ સ્વ.ડો.કનુભાઇ માવાણીને શ્રધ્ધાંજલી અર્ણણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને દાતા દિપચંદભાઈગાર્ડિના કરોડાના સહયોગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત ની નામકિત શૈક્ષણિક સંસ્થા શિક્ષણ ના શિલ્પી સ્વ. મનસુખરામ જોબન પુત્રા સ્થાપિત માંગરોળ ની શ્રી સારદા ગ્રામ સંસ્થા ને ઊંચાઈ પર લઈ જનાર સુરત ના પૂર્વ મેયર પૂર્વ ધારા સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણી ના નિધન નિમિતે ગોઢાણિયા શૈક્ષણિક સંકુલમાં શ્રદ્ધાજલિ અર્પણ કરવા માં આવી છે સદગતના સૂચન થી ગુજરાત ની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી શારદા ગ્રામ ને દાતા દિપચંદ ગાર્ડિ એ સઁભાળી લીધી હતી બાદ તેઓ શારદા ગ્રામ સંસ્થાને ઉંચાઈ આપી હતી.
આર જી ટી કોલેજ નાપૂર્વ પ્રિન્સિપાલ અને ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટર અને કેળવણી કાર ડો. એ આર ભરડાને ડો. કનુભાઈ માવાણી એ સલાહકાર તરીકે નિમણુંક આપી હતી. મૂળ સુરતના અને આર્ય કન્યા ગુરુકુળ મહિલા કોલેજના અંગ્રેજી ના નિવળત પ્રોફેસર ડો. જ્યંતીભાઈ ભૂવા શારદાસારદા ગ્રામમાં નિયામક તરીકે કાર્યરત હતા. નિયામક ડો. જ્યંતીભાઈ ભૂવા, કેળવણીકાર ડો. એ આર ભરડા અને ડો. કનુભાઈ માવાણી તેમજ દાતા દિપચંદ ગાર્ડિ દર ત્રણ મહીને બેઠક બોલાવતા શિક્ષણના ડેવલેપમેન્ટ અને શિક્ષણી ગુણવતા સુધારણા અંગે ચર્ચા વિમર્સ કરતા શારદા ગ્રામ ને તન મન અને ધન ના સહયોગ દ્વારા આં ત્રણેય શિક્ષણના શિલ્પીઓ એ શારદા ગામ ને શિક્ષણ ક્ષેત્રે ઊંચાઈ અપાવી હતી.
સદ્દગત ડો. કનુભાઈ માવાણીને પોરબંદર ની ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ના ટ્રષ્ટ પ્રમુખ, ડો.વિરમભાઈ ગોઢાણીયા, જાણીતા કેળવણીકાર ડો એ આર ભરડા, માંગરોળ સારદા ગ્રામના નિયામક ભાવિનભાઈ ભટ્ટ, ગાંધી પ્રેમી શરદભાઈ મહેતા આર્ય કન્યા ગુરુકુળ ના પ્રિન્સિપાલ ડો. અનુપમ ભાઈ નાગર, જૂનાગઢ ની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપ સિંહ ચૌહાણ સહીત પોરબંદર નું શિક્ષણ જગત બે મિનિટ નું મૌન પાળીનેતેઓ ની નિઃસ્વાર્થ સમાજ, શિક્ષણ અને સુ શાસન ક્ષેત્રે આપેલી સેવાઓને બિરદાવી શ્રદ્ધા સુમન અર્પણ કરેલ છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
