News of Thursday, 16th July 2026
મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી.
પોલીસે બાતમીના આધારે કુવાડવા ચોકડી માધવ હોટલ પાસેથી દબોચી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડનાસ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુના નંબર 0242/2025 પ્રોહિબિશન કલમ 65(e), 81 મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી હરેશકુમાર રવજીભાઇ ઝાપડીયા (ઉ.વ. 30)( રહે. કુવાડવા શીવધારા સોસાયટી રાજકોટ, મૂળ રહે. નાળીયેરી તા. ચોટીલા જિ. સુરેન્દ્રનગર) હાલ કુવાડવા ચોકડી માધવ હોટલ પાસે છે. આ ચોક્કસ હકીકતના આધારે તપાસ કરતા આરોપી ત્યાંથી મળી આવ્યો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરી મોરબી એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા તેને ઉપરોક્ત ગુનાના કામે પકડવાનો બાકી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો છે. આ કામગીરી ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોરબી, પીએસઆઈ એલસીબી મોરબી, પીએસઆઈ પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
