તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 16th November 2026
ધ્રોલ પંથકમાં દારૂ માફિયાઓ પર એલ.સી.બી.નો સપાટો, લતીપર પાસેથી વિદેશી દારૂ-બીયર ભરેલી બોલેરો પકડાઈ : રૂ. ૬,૪૧,૮૧૫નો મુદ્દામાલ કબ્જે : જુઓ વિડીયો
બોલેરો પીકઅપમાંથી ૩૩૫ બોટલ વિદેશી દારૂ, ૪૮ નાની બોટલ અને ૩૩૫ બીયર ટીન સહિત મુદ્દામાલ ઝડપાયો : ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(સંજય ડાંગર-મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર તા.૧૬ : જામનગર જિલ્લામાં દારૂ-જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે પોલીસે શરૂ કરેલી ઝુંબેશમાં એલ.સી.બી.ને વધુ એક મોટી સફળતા મળી છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે રોડ ઉપરથી મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાં ઘરવખરીના સામાનની આડમાં છુપાવીને લઈ જવાતો ઈંગ્લીશ દારૂ અને બીયરનો મોટો જથ્થો એલ.સી.બી.એ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં વાહન સહિત કુલ રૂ. ૬,૪૧,૮૧૫નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ શ્રી નિલેશ રાય સાહેબ (IPS) દ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS) એ જામનગર જિલ્લા માંથી દારૂ-જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી સંયુક્ત બાતમી હકીકત આધારે લતીપર ગામની ગૌશાળા પહેલા અને આશાપુરા હોટલ વચ્ચે રોડની સાઈડમાં મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન નં. જી.જે. ૦૬ આરડી ૯૭૯૯ ના ડ્રાઈવરે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો-બીયરની હેરાફેરી કરી વેચાણ અર્થે રાખી રહેઈ દરમ્યાન રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમ્યાન બોટલો નંગ ૩૩૫ કિ. રૂ. ૧,૮૬,૪૧૫.૭૦ તથા નાની બોટલ નંગ ૪૮ કિ. રૂ. ૧૪,૪૦૦ તથા બીયર ટીન નંગ ૩૩૫ કિ. રૂ. ૩૩,૫૦૦ તથા ઘર વખરીનો સર સામાન કિ. રૂ. ૪,૫૦૦ તથા મહિન્દ્રા બોલેરો પીકઅપ કાર કિ. રૂ. ૪,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૬,૪૧,૮૧૫ નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂદ્ધ પો. કોન્સ. મયુરસિંહ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. સબ ઈન્સ. એમ.વી. ભાટીયાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેઈડ દરમ્યાન નહીં મળી આવેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન નં. જી.જે. ૦૬ આરડી ૯૭૯૯ ના ડ્રાઈવરને પકડી પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો. ઈન્સ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ કેરવાણીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, ઋષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
