News of Thursday, 5th November 2026
ભાણવડ પોલીસ સ્ટેશનના છેલ્લા ૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી-એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૫: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જરૂરી સુચના આપી છે.
૫ વર્ષથી નાસતા ફરતા ચંદ્રકાંતભાઇ દતાણી ઉ.વ.૪૭ રહે.હાલ મલકામપુર ગામ, જિ.બુલધાના રાજ્ય મહારાષ્ટ્ર મુળ રહે. છાંયા વિસ્તાર, રોનક એપાર્ટમેન્ટની સામે, વ્રજ મકાન, પોરબંદરને ઝડપી લીધેલ છે.
આ સમગ્ર કાર્યવાહી LCB I/C PI એન.એચ.જોષી, PSI બી.એમ.દેવમુરારી, PSI એસ.વી.કાંબલીયા PSI શ્રી યુ.કે.જાદવ ખંભાળીયા પોલીસ સ્ટેશન તથા ASI મસરીભાઇ ભારવાડીયા, દિનેશભાઇ માડમ HC લાખાભાઇ પીંડારીયા મુકેશભાઇ કેશરીયા, વિશ્વદિપસિંહ જાડેજા PC પ્રકાશભાઇ ચાવડા તથા HC જેઠાભાઈ પરમાર ખંભાળીયા પોલીસ સ્ટેશન નાઓ જોડાયેલ હતા.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
