તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ભાણવડના વાનાવડ સીમ વિસ્તારમાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી - રૂ. અઢી લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બ

જામ ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા અને એસ.વી. કાંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઈ બેરા અને મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના વાનાવડ ગામની સીમ વિસ્તારમાં રહેતા મનદીપ પ્રવીણભાઈ કંટારીયા નામના ૩૧ વર્ષના શખ્સ દ્વારા પોતાના વાડીમાં આવેલા મકાનમાં બહારથી માણસો ભેગા કરી, અહીં તેઓને જુગાર રમવા માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે મનદીપ પ્રવીણ કંટારીયા, દેવાયત દેસુર રાવલીયા, રામદેવસિંહ નટુભા જેઠવા, હરપાલસિંહ હમીરજી જાડેજા, રાજેશ સામત રાવલીયા, યુવરાજસિંહ બાલુભા જાડેજા અને મનીષાબેન ઉર્ફે મોતીબેન સામત અરશી કાંબરીયા નામના સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ જુગાર દરોડામાં પોલીસે રૂપિયા ૧,૦૫,૧૫૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતનું એક મોટરસાયકલ તથા રૂપિયા એક લાખની કિંમતની એક ઈક્કો મોટરકાર સહિત કુલ રૂપિયા ૨,૫૫,૧૫૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
