News of Sunday, 16th August 2026
દેવભૂમિ દ્વારકાના ભાણવડના રાણપર ગામે LCBએ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
સરકારી ખરાબાની જમીનમાં સંતાડવામાં આવેલા 1,838 બોટલ વિદેશી દારૂ અને 360 બિયરના ટીન મળ્યા :પોલીસે કુલ રૂ.13.27 લાખથી વધુ કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો

દેવભૂમિ દ્વારકાના ભાણવડના રાણપર ગામે LCBએ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સરકારી ખરાબાની જમીનમાં સંતાડવામાં આવેલા 1,838 બોટલ વિદેશી દારૂ અને 360 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.13.27 લાખથી વધુ કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો વેચાણના ઈરાદે સંતાડવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસે ખીમો ઉર્ફે લાખો બોઘાભાઈ રબારી અને બધાભાઈ કાનાભાઈ રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
