તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ઉપલેટા પાસે વાડીમાં જુગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકી : છ પકડાયા'ને ત્રણ ભાગ્યા
૩૮ હજારની રોકડ સહિત ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે : વિમલ કનારા જુગાર રમડાતો'તો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૬ : ઉપલેટા પાસે વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૬ શખ્સોને ઝડપી લીધા હતા જયારે ૩ શખ્સો નાસી છુટયા હતા.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની પ્રવળતિ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબીએ ઉપલેટા પાટણવાવ રોડ ઢોરાવાળી પીપળ સીમ વિસ્તારમા વિમલભાઈ રાજાભાઈ કનારા રહે, ઉપલેટા વિજડી રોડ તા.ઉપલેટા વાળો મયુરભાઇ મુંજાભાઈ ભારાઈ રહે,ઉપલેટા અશ્વિન ટોકીજની બાજુમા જી.રાજકોટ વાળાની કબ્જા-ભોગવટાના વાડીમા ખેતરની વચ્ચેના ભાગે એરંડાની વચ્ચેના ભાગે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે રેઇડ કરી જુગાર રમતા (૧) વિમલભાઇ રાજાભાઇ કનારા રહે, ઉપલેટા વિજડી રોડ (૨) રવિભાઇ પરબતભાઈ સુવા રહે, ઉપલેટા સ્વામીનારાયણ સોસાયટી, (૩) જતિનભાઈ રસીકભાઈ વાઘેલા રહેછાડવાવદર ગામ તા.ધોરાજી. (૪) મુકેશભાઈ ભોપાભાઈ કઠેચીયા રહે, કોલકી શાંતીનગર તા.ઉપલેટા (૫) વલીમામદ ઉર્ફે લાલો જુસબભાઇ ઠેબા રહે ઉપલેટા કુંભારવાડા વિસ્તાર તથા (૬) મયુરભાઇ મુંજાભાઇ ભારાઇ રહે,ઉપલેટા અશ્વિન ટોકીજની બાજુમા ને રોકડા રૂા. ૩૮ હજાર તથા પ મોબાઇલ મળી કુલ ૧,૦૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ રેઇડ દરમિયાન અશ્વિન ટોકીઝની બાજુમાં જી. રાજકોટ (૧) અજીતભાઈ આહીર રહે. હડમતીયા ગામ, (૨) અફજલભાઈ કાદરી રહે. ઉપલેટા તથા (૩) અવેશભાઈ મેમણ રહે. ઉપલેટા નાસી છુટયતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે.પી.રાવ તથા પીએસઆઇ કે.એમ.ચાવડા, એચએસઆઇ એચ.સી.ગોહીલ, એચએસઆઇ આર.વી.ભીમાણી, એચએસઆઇ પી.એન.ભરવાડ તથા એએસઆઇ બાલકળષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ મેહુલભાઈ સુવા, હે.કો. નીલેશભાઇ ડાંગર, હે.કો.અરવિંદસિંહ જાડેજા,હે.કો. કૌશિકભાઇ જોષી, પી.સી. શક્તિસિંહ જાડેજા તથા ડ્રા. હે.કો. અબ્દુલભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
