તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Tuesday, 2nd June 2026
વાંકાનેરમાં બુલેટમાં ખોટા નંબર લગાડી ફરતા રવિરાજસિંહને રેન્જની ટીમે ઝડપી લીધા
રવિરાજસિંહ અગાઉ નકલી ટોલનાકુ ચલાવવાના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

રાજકોટ, તા. ર : વાંકાનેરમાં કપટ કે ઠગાઇ કરવાના ઇરાદે પોતાના બુલેટમાં ખોટા નંબરનો ખરા નંબર તરીકે ઉપયોગ કરી પોતાના કબ્જામાં રાખી અગાઉ ડુપલીકેટ(બોગસ) ટોલનાકુ ચલાવવાના ગુન્હામાં પકડાઇ ચુકેલા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા કોઇ ગુનાહિત પ્રવળતિ કરવાના બદઇરાદે તેમજ પ્રજામાં પોતાની ધાક જમાવવા માટે ગેરકાયદેસર પ્રવળતિ કરતા ઇસમોને શોધી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા તથા સી.એમ.કાંટેલીયા સ્ટાફ સાથે આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા. તે
દરમ્યાન પો.સ.ઇ. બી.સી.મીયાત્રા તથા સ્ટાફના અનિરુધ્ધસિહ જાડેજા, વકારભાઇ અરબ તથા ડ્રા.સતીષભાઇ નાઓએ મળેલ બાતમી હકિકત આધારે વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારના વાંકાનેર-મોરબી હાઇ-વે વઘાસીયા ગામ નજીક આઇમાતા હોટલના મેદાનમાંથી આરોપી રવિરાજસિહ વનરાજસિહ ઝાલા રહે. જુનાવઘાસીયા તા.વાંકાનેર જિ.મોરબી વાળાને કપટ કે ઠગાઇ કરવાના ઇરાદે પોતાના કબ્જાના બુલેટ મોટર સાયકલ કે જેના ખરા નંબર- જીજે૦૧યુઇ૯૮૮૮ હોય તેમ છતાં ખોટી નંબર પ્લેટ- જીજે૦૧યુડી૯ ની બનાવડાવી પોતાના કબ્જાના બુલુટમાં લગાડી ખોટા નંબરનો ખરા તરીકે ઉપયોગ કરતો મળી આવતા વાંકાનેર સીટી પો.સ્ટે. ગુરનં. ૫૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ- ૩૩૬(ર), ૩૩૬(૩), ૩૪૦(ર) મુજબનો ગુન્હો દાખલ કરાવડાવી આરોપી તથા બુલેટ મોટર સાયકલને આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
