તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ખેડૂતોને સહાયના નામે એક હાથથી આપીને બીજા હાથથી નાણાં વસૂલવાનો કાનૂની આક્ષેપ: પાલ આંબલિયાના સરકાર સામે તીખા પ્રહારો
ટ્રેક્ટર વીમા અને આરટીઓ પાસિંગના નામે ખેડૂતો પાસેથી ૧૪,૪૫૦ રૂપિયા ખંખેરવામાં આવતા હોવાનો ગંભીર દાવો, સહાય સામે આર્થિક બોજ વધ્યાનો રોષ

દેવભૂમિ દ્વારકા : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ખેડૂત સહાય નીતિ સામે કોંગ્રેસના અગ્રણી ખેડૂત નેતા પાલ આંબલિયા દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર એક તરફ ખેડૂતોને સહાય આપવાની જાહેરાતો કરે છે પરંતુ બીજી તરફ વીમા અને ટેક્સના નામે નાણાં વસૂલી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દેવભૂમિ દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે સરકારે દુષ્કાળગ્રસ્ત ચાર જિલ્લાના ખેડૂતોને હેક્ટર દીઠ ૧૭,૦૦૦ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે, પરંતુ તેની સામે સમગ્ર રાજ્યના ખેડૂતો પાસેથી ૧૪,૪૫૦ રૂપિયાની વસૂલાત કરવા માટે મોબાઈલ સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
આંબલિયાના જણાવ્યા મુજબ, ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા મીની ટ્રેક્ટર માટે ૮,૬૫0 રૂપિયાનો થર્ડ પાર્ટી વીમો અને ૩૦૦ રૂપિયાનું પીયુસી ફરજિયાત કરીને કુલ ૮,૯૫૦ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ ખેડૂતો પર નાખવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત મોટા ટ્રેક્ટર સાથે જોડાયેલી ટ્રૉલીના પાસિંગ અને વીમા માટે અલગથી ૫,૫૦૦ રૂપિયા વસૂલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ટ્રૉલી એ ટ્રેક્ટરનો જ અભિન્ન ભાગ હોવા છતાં તેના પર અલગથી ચાર્જ લેવા પાછળ માત્ર કમાણી કરવાનો હેતુ હોવાનો દાવો કરાયો છે.
મોંઘા બિયારણ, ખાતર અને ડિઝલના ઊંચા ખર્ચ વચ્ચે પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોએ આ પ્રકારે આરટીઓ નિયમો અને વીમાના નામે દંડ કે વસૂલાત સહન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ખેડૂત સંગઠનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
આગામી સમયમાં જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ વધારાના ટેક્સ અને ફરજિયાત વસૂલાતના સંદેશાઓ પર રોક લગાવવામાં નહીં આવે, તો ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીતરીઓ પણ ખેડૂત નેતાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
