તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
અમરેલીના મોટા કણકોટ ગામે દીપડાનો હુમલો: એક વ્યક્તિ ઘાયલ
ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે લીલીયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

અમરેલી જિલ્લાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં તે ઇજાગ્રસ્ત થયો છે. દીપડાના હુમલાની ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે લીલીયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. વનવિભાગ દ્વારા ઘટનાને લઈને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાં દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
