તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
કોડીનારના પેઢાવાડા ગામે દીપડાનો હૂમલો
મહારાષ્ટ્રના મજૂર યુવાનને હાથના ભાગે ઈજા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૯: પેઢાવાડા ગામના વાડી વિસ્તારમાં શેરડી કાપવાની કામગીરી સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના યુવાન સોનુ ચિલા ગંગુર્ડે રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂતા હતા. દરમિયાન અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. તેમણે બૂમાબૂમ કરતાં દીપડો ત્યાંથી નાસી છૂટયો હતો. આ હુમલામાં યુવાનના હાથના ભાગે ઈજા પહોંચી છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ દીપડાને પકડી પાડવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાડી વિસ્તારમાં દીપડાની હાજરીને પગલે ખેતમજૂરોમાં ભયની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે વાડી વિસ્તારમાં રહેતા મજૂરોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય-ાણીઓની અવરજવરને કારણે અવારનવાર માનવ વસાહતો નજીક આવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે પેઢાવાડા ગામની આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પકડી પાડવામાં આવે અને વાડી વિસ્તારમાં રહેતા મજૂરો સહિત સ્થાનિક લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
