તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
જામનગરના મોખાણા ગામ પાસે દીપડો દેખાયોઃ ફોરેસ્ટ વિભાગ હરકતમાં
રણજીત સાગર નજીક દીપડાની હાજરીની જાણ થતાં તંત્ર સતર્કઃ તાલુકા સદસ્ય કિશોરભાઈ આહિરે વનવિભાગને તાત્કાલિક જાણ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૩: જામનગર તાલુકાના રણજીત સાગર નજીક આવેલા મોખાણા ગામ પાસે આજે સવારે દીપડો દેખાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી ગઈ હતી.
સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય કિશોરભાઈ આહિરને દીપડો દેખાતા તેમણે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
રણજીત સાગર અને મોખાણા ગામની આસપાસ વાડી-ખેતરનો વિસ્તાર હોવાથી ફોરેસ્ટ વિભાગે સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે. રાત્રીના સમયે બહાર નીકળવું અને પશુધનને સુરક્ષિત સ્થળે રાખવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
ફોરેસ્ટ વિભાગે દીપડાને સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.(તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર જામનગર)(
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
